વાયબ્રન્ટ ગુજરાત ના વાયબ્રન્ટ દ્રશ્યો
હજુ પણ ટ્રાયબલ વિસ્તારમાં લોકો વિકાસથી વંચિત
અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાનો વીડિયો વાઇરલ
સ્મશાન સુધી જવા માટે નથી રસ્તો
ડાઘુઓ નદી વચ્ચે થી પસાર થવા મજબૂર
નદી પસાર કરતા ટ્રેક્ટર ફસાયું,
સત્તાધીશો અને અધિકારીઓ AC ચેમ્બરમાં મસ્તAdvertisement
અંકિત ચૌહાણ/જય અમીન
અરવલ્લી જિલ્લામાં વિકાસ સપ્તાહ ની ઉજવણી કરવાની કામગીરી કરવામાં આવી હતી,,, છેલ્લા ૨૩ વર્ષમાં ગુજરાતમાં થયેલા વિકાસલક્ષી કાર્યોને લોકો સમક્ષ મુકવામાં આવ્યા હતા, જોકે કેટલીય જગ્યાએ હજુ વિકાસ તો શું,, ભાજપના નેતાઓ પણ પહોંચી શક્યા નથી..
આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છે તે અરવલ્લી જિલ્લાના છે,, જ્યાં ડાઘુઓ નદીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે… કેટલાક લોકો, અહીં મૃતદેહ ને લઇને અંતિમવિધિ માટે જતા નજરે પડે છે, જોકો, કમનસીબી એ કે, મરતે પણ મારગ નથી મળતો..
અરવલ્લી જીલ્લાના આદિવાસી પટ્ટામાં, ધારાસભ્યો, નેતાઓ,પદાધિકારીઓ સહિત અધિકારીઓએ મોટા ઉપાડે, સરકારના વિકાસની વાતો લઈ, ગામડે-ગામડે જાહેરાત કરતા હોય છે, પરંતુ, વરવા દ્રશ્યોને સામે આવતા, કોઈ રોકી શકતું નથી.. , આ વચ્ચે જ વિકાસનો પરપોટો એવો ફૂટ્યો કે, તંત્ર કામ કરે છે કે નહીં, તેવા સવાલો ઉઠવા લાગ્યા..
મેઘરજ તાલુકાના ઘોરવાડા ગામે એક વૃદ્ધાના કુદરતી મોત બાદ, શબને સ્મશાને લઇ જવા માટે ડાઘુ ઓ ને નદીમાંથી પસાર થવુ પડ્યું હતું.. ઘોરવાડા અને ઓઢા વચ્ચે ડીપ બનાવવાની માંગ પોકળ સાબિત થઈ છે.. ચોમાસાની સીઝનમાં પાણીના ભારે વહેણ હોય ત્યારે, અંતિમ સંસ્કાર માટે, તરકવાડા-ઇસરી થઇને સ્થાનિકો લોકોએ જવું પડે છે..
એક વક્ય છે કે, જીતે ભી લકડી, મરતે ભી લકડી, દેખ તમાશા લકડી કા…અહીં તો જીવતા પણ સુખ નહીં અને મરતા પણ સુખ નહીં,, આ બધી દેન કોના ફાળે જાય છે, તે સંબંધિત વિભાગે પોતે સ્વીકારી લેવું જોઈએ… બાકી, તો અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર તો મસ્ત જ છે..