સરકારની આંખમાં ધૂળ નાખતા કોન્ટ્રાકટર સામે આવ્યા છે. જેમાં હિંમતનગર તાલુકાના પેઢમાલા ગામે વોર્ડ નંબર 3 માં મનરેગા યોજના હેઠળ પેવર બ્લોક નાખવાની કામગીરીમાં ભ્રષ્ટાચાર જોવા મળ્યો છે.પેવર બ્લોક નાખવાની કામગીરીમાં હલ્કી કક્ષાનું મટીરીયલ વાપરી મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે.તાલુકા વિકાસ અધિકારી ને પણ અનેક વખત રજૂઆત કરવા છતાં કોન્ટ્રાકટર ને છાવરવામાં આવતો હોય તેમ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી.આગામી સમયમાં જો તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં નહિ આવે તો ગ્રામજનો દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન ચલાવવાની ચીમકી ઉચ્ચારી હતી.
Advertisement
Advertisement