અરવલ્લી જીલ્લા પંચાયત ના પૂર્વ પ્રમુખ,પંચાયત પરિષદ ના પૂર્વ પ્રમુખ આદિવાસી સમાજ ના હક અને અધિકારો માટે સતત અવાજ ઉઠાવનાર રાજેન્દ્ર પારઘી ની નિમણૂંક થતાં સમગ્ર આદિવાસી સમાજ અને યુવાનો માં ઉત્સાહ નો માહોલ જોવા મળ્યો હતો. આ નિમણૂંક ને પ્રદેશના આગેવાનો એ આદિવાસી સમાજ ના આગેવાનો એ અનંત શુભેચ્છા પાઠવી હતી
રાજેન્દ્ર પારઘી ની રાજકિય કારકિર્દી વિદ્યાર્થી નેતા તરીકે થી કરી હતી વિદ્યાર્થીકાળ દરમિયાન પણ વિદ્યાર્થીઓના પ્રશ્ર્નો ને વાચા આપવા અગ્રેસર રહ્યા હતા. 2005 માં તાલુકા પંચાયત સદસ્ય, જીલ્લા પંચાયત સદસ્ય અને પુર્વ જીલ્લા પ્રમુખ તરીકે ગુજરાત પંચાયત પરિષદ ના પ્રમુખ તરીકે અને સંગઠન માં પણ જીલ્લા યુવક કોંગ્રસ પ્રમુખ તરીકે અને હાલ પ્રદેશ કોંગ્રેસ ના મહામંત્રી તરીકે પણ કામ કરે છે.
સમાજહિત ની વાત હોય કે જનહિત ની વાત માં સદાય અગ્રેસર રહી સરકાર સામે સવાલો ઉઠાવતા રહે છે. આવનારા સમય માં આદિવાસી સમાજ ના પડતર પ્રશ્ર્નો અને હક અને અધિકાર માટે જલદ કાર્યક્રમો આપવામાં આવશે તેમ જણાવ્યું હતુ