દિવાળીના તહેવારને લઈને સમગ્ર દેશમાં રોશની કરવામાં આવતી હોય છે, લોકો ઉત્સાહભેર તહેવારની ઉજવણી કરે તે માટે વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવે છે. અમદાવાદને રોશનીથી સજ્જ કરવામાં આવ્યું છે, પણ ગુજરાતના અરવલ્લી જિલ્લાના મોડાસામાં દિવાળી ટાણે જ વીજ પોલ ને નજર લાગતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.
મોડાસા શહેરના માલપુર રોડ પર દિવાળી સમયે જ વીજ પોલિસ પર લાઈટ બંધ થઈ ગઈ હતી, જેને કારણે અવર-જવર કરતા વાહન ચાલકોને હાલાકીઓનો સામનો કરવો પડ્યો હતો. સારી બાબત એ હતી કે, આસપાસની દુકાનો તેમજ ખાણી-પીણી બજારોની લાઈટ્સ ને કારણે વાહન ચાલકો યોગ્ય રીતે પસાર થઈ શકતા હતા, જો પાલિકાના ભરોસે રહે તો, કેટલીય મુશ્કેલીઓ વાહન ચાલકોએ ભોગવવી પડતી હોત.
મોડાસા નગર પાલિકા દ્વારા સમયાંતરે વીજ પોલનું સમારકામ અથવા તો મેન્ટેઈને કરવું જોઈએ, જેથી સમયે લોકોને સમયસર સેવાઓ અને સુવિધાઓ મળી શકે. વીજ પોલ પર લાઈટનું સમારકામ કરી, સત્વરે લાઈટ્સ ચાલુ થાય તેવી વ્યવસ્થા મોડાસા નગર પાલિકાએ કરવી જોઈએ.