28.2 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines અરવલ્લીના મુુખ્ય મથક મોડાસામાં ગુંડારાજ!! ડીપ વિસ્તારમાં બબાલ, 10 થી વધારે અસામાજિક...

અરવલ્લીના મુુખ્ય મથક મોડાસામાં ગુંડારાજ!! ડીપ વિસ્તારમાં બબાલ, 10 થી વધારે અસામાજિક તત્વોએ વિસ્તાર બાનમાં લીધો

0
305

અરવલ્લીના મુખ્ય મથક મોડાસામાં અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો
10 થી વધારે અસામાજિક તત્વોએ ડીપ વિસ્તારને બાનમાં લીધું
શ્રમિકો ઉપર કોઈ કારણોસર ધસી આવ્યા અને પથ્થર ફેંક્યા
રાત્રીના સમયે ચાલવા જતી મહિલાઓ ભયભીત
1 કલાક સુધી ઘટનાક્રમ ચાલ્યો પણ નેત્રમ શાખાને અંધાપો આવી ગયો કે શું ?
મોડાસા ટાઉન પોલિસ પણ પિક્ચર પુરૂ થયા પછી પહોંચી
પોલિસ અસામાજિક તત્વોને પાઠ ભણાવશે કે પછી માલપુર રોડ પર થયેલી ઘટનાને જેમ પૂર્ણ વિરામ ?
ટાઉન પોલિસ કાયદો વ્યવસ્થાની પરિભાષા કેવી રીતે કરે છે તે સવાલ

અરવલ્લી જિલ્લામાં છેલ્લા ઘણાં સમયથી અલગ અલગ ગુનાહિત પ્રવૃત્તિઓ થતી જોવા મળે છે ત્યારે હવે મોડાસા જેવા શહેરી વિસ્તારમાં પણ અસામાજિક તત્વો બેફામ બન્યા છે. મોડાસા શહેરના ડીપ વિસ્તારમાં ગુરૂવારની મોડી રાત્રે 10 યુવકોની ટોળકીએ અલંકાર સોસાયટી બહારનો વિસ્તાર બાનમાં લીધો હતો. સોસાયટીના આગળના ભાગે ખુલ્લી જગ્યામાં કેટલાક શ્રમિકો હતા, તેમના પર અગમ્ય કારણોસર કેટલાક લોકો ધસી આવ્યા હતા શ્રમિકો પર તૂટી પડ્યા હતા. એક કલાક સુધી તોફાની તત્વોએ ઉત્પાત મચાવ્યો હતો,ત્યારબાદ દોડા-દોડી થઈ હતી અને પછી અસામાજિક તત્વોએ અચાનક પથ્થર પણ ફેંક્યા હતા.

મોડાસા શહેરના ડીપ વિસ્તારમાં આવેલી અલંકાર સોસાયટીની રોડ બાજુએ રહેતા કેટલાક શ્રમિકો સાથે બોલાચાલી થઈ હોવાની વિગતો મળી છે, જેને કારણે મામલો બિચક્યો હતો. સમગ્ર ઘટનાને લઇને લુખ્ખા તત્વોએ એવો તે આતંક મચાવ્યો કે, લોકોના ટોળે-ટોળા ઉમટી પડ્યા હતા, ત્યારબાદ 10 લુખ્ખા તત્વોનું ટોળું ત્યાંથી પલાયન થઈ ગયું હતું.સમગ્ર ઘટનાને અફરા-તફરીનો માહોલ અને આસપાસના લોકો ભયભીત થઈ ગયા હતા. જેમ-જેમ લોકોને જાણ થઈ, તેમ પોલિસનો સંપર્ક કર્યો હતો, જોકે પોલિસ હંમેશના જેમ પિક્ચર પુરૂ થયા પછી પહોંચી અને મામલો બિચકતો રહ્યો. અસામાજિક તત્વોના ટોળા પૈકી એક શખ્સને સ્થાનિક લોકોએ ઝડપી પાડ્યો હતો અને પોલિસને સોંપી દીધો હતો.

નેત્રમની ટીમ શું કરે છે તે સવાલ
સરકાર દ્વારા સેફ એન્ડ સિક્યોર ગુજરાત અંતર્ગત રાજ્યના વિવિધ શહેરોમાં સીસીટીવી કેમેરા લગાવી શહેરોને સુરક્ષિત બનાવવાના દાવા કર્યા હતા, જોકે આ સીસીટીવી કેમેરાનો કંટ્રોલ કરવા માટે નેત્રમ શાખા બનાવી છે, મોડાસા શહેરના વિવિધ વિસ્તારોમાં લાગેલા સીસીટીવી કેમેરા પણ અરવલ્લી જિલ્લા નેત્રમ શાખા કંટ્રોલ કરી રહી છે, જોકે એક કલાક ચાલેલી બબાલ, નેત્રમ શાખામાં ફરજ બજાવતા કર્મચારીઓને ન દેખાતા અનેક સવાલો ઉઠી રહ્યા છે. રાત્રિના સમયે આટલી મોટી બબાલ થાય, લોકોના ટોળા એકત્રિત થાય પણ, નેત્રમની ટીમ જાણે બેઠી-બેઠી તમાશો જોતી હતી કે શું ? શું નેત્રમ શાખામાં ફરજ બજાવતા કર્મચારીઓ નિંદ્રાધિન હતા ? જો ફરજ પર હતી તો પોલિસને જાણ કેમ ન કરી ?

મોડાસા ટાઉન પોલિસ કાયદો વ્યવસ્થા માટે બિલકુલ ફેલ?
અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસામાં આ પ્રકારે 10 થી વધારે અસામાજિક તત્વો આતંક મચાવે અને પોલિસ એક ગાડી અને બે ત્રણ કર્મચારી પહોંચે તે પણ મોડે મોડે તે શું કામનું ? અસામાજિક તત્વો ના ટોળા પૈકી કેટલાક લોકો પાસે લાકડી અને ટ્યુબલાઈટ જેવા ઓજારો પણ હોવાની વિગતો મળી છે, જોકે તે તપાસનો વિષય છે. મોડાસા ટાઉન પોલિસને આવી ઘટનાઓને ડામવા માટે જરાય રસ નથી, પણ જો કોઈ પીડિત વ્યક્તિની અરજી આવે તો, સામાવાળાનો તાત્કાલિક સંપર્ક કરવામાં રસ હોય છે. આવું કેમ ?

રાત્રીના સમયે આટલી મોટી ઘટના ઘટે અને ભૂલાઈ જાય, કોઈ પકડાય પણ નહીં અને ફરીજી જીવન પાટા પર આવી જાય એટલામાં તો આવા તત્વોને હિંમત વધી જાય. થોડા સમયે પહેલા માલપુર રોડ પર આવી જ ઘટના ઘટી હતી, જોકે મોડાસા ટાઉન પોલિસે એકપણ વ્યક્તિને ઝડપ્યો નહીં અને મોડાસા ટાઉન પોલિસ બટન તોડે કે, અમે તો આમ કર્યું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!