અરવલ્લી જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ ચાલતા અમૃતપાન અભિયાન અંતર્ગત ગુજરાત સ્ટેટ કક્ષાએ થી ડો. નિલેશ ઠાકોર, ભિલોડા તાલુકા આરોગ્ય કચેરીમાં ઉપસ્થિત રહ્યા જરૂરી માહિતી અને માર્ગદર્શન આપ્યું હતું.સાથે – સાથે માતાઓ નું મૃત્યુ પ્રમાણ, બાળ મૃત્યુ પ્રમાણ, પોષણ અને બાળકના વૃદ્ધિ અને વિકાસ સહિત અનેકવિધ વિષયો પર વિસ્તૃત જાણકારી અને માહિતી આપી હતી. સર્વે સમુદાયમાં પ્રજાજનો જાગૃત બને તે માટે અસરકારક રીતે S.B.C.C કરીને આરોગ્ય વિષયક સેવાઓ સુદ્રઢ કરવા ઉપર વિશેષ ભાર આપ્યો હતો.આ તબક્કે ભિલોડા તાલુકા આરોગ્ય અધિકારી ડો. વી. સી. ખરાડી એ સ્વાગત કરીને આભાર વ્યક્ત કર્યો હતો.સમગ્ર કાર્યક્રમની વિશેષ માહિતી S.B.C.C ટીમ, ભિલોડાના સંજયભાઈ બારોટ એ આપી હતી.