આંજણા ચૌધરી પટેલ સમાજ સેવા મંડળ સાબરકાંઠા અરવલ્લી જિલ્લાની સંસ્થા “અર્બુદા સંસ્કારધામ કરણપુર” મુકામે મંડળના પ્રમુખ જશુભાઈ જે. પટેલ ના અધ્યક્ષ સ્થાને મળેલ, મિટિંગમાં “અર્બુદા માતાજીના મંદિર” ની પ્રાણ પ્રતિષ્ઠા માટેનું આયોજન દિવાળી બાદ કરવું. તેમજ મૂર્તિઓ લાવવા માટેની કમિટીની રચના કરવામાં આવી હતી.
મંડળના પ્રમુખ ખેડબ્રહ્મા મુકામે આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, અરવલ્લી શૈક્ષણિક સંકુલના પ્રમુખ થવા બદલ તેમનું ફુલહાર અને શાલથી સન્માન કરવામાં આવ્યું.વિશેષ દાતા બાબુભાઈ વીરાભાઈ પટેલ (ગોધમજી ) જેમને 11 લાખનું દાન આપેલ છે તેઓ મિટિંગમાં હાજર હોવાથી તેમનું પણ ફૂલહાર અને શાલથી સન્માન કરવામાં આવ્યું હતું.
મહામંત્રી તરીકે ફરજ બજાવતા કેશુભાઈ પુંજાભાઈ પટેલ વિદેશ પ્રવાસ જવાના હોવાથી મંડળના તમામ હોદ્દેદારો ટ્રસ્ટીઓએ શુભેચ્છાઓ પાઠવી હતી. તેમનો ચાર્જ એમ કે. પટેલને સોંપવામાં આવ્યો હતો.