અરવલ્લી જિલ્લાના અલગ-અલગ વિસ્તારમાં ગુનાહિત પ્રવૃત્તિઓ સતત વધી રહી છે, જોકે પોલિસ ક્રાઈમ રેટ ઘટાડવાના ચક્કરમાં ફરિયાદ દાખલ કરવામાં ક્યાંક વિલંબ કરતી હોય તેવા કિસ્સાઓ સામે આવતા હોય છે. મોડાસા શહેરના ડીપ વિસ્તારમાં 24 ઓક્ટોબરના રોજ રાત્રીના સમયે અસામાજિક તત્વો આતંક મચાવ્યો પણ હજુ પોલિસ હવાતિયા મારતી હોય તેવું લાગે છે કે પછી પોલિસને કંઈ કરવું જ નથી.
વાંચો શું ઘટના હતી… https://meragujarat.in/news/33719/
જગજાહેર ઘટના હોવા છતાં પોલિસ ફરિયાદીની રાહ જોવામાં લાગી છે, હવે ક્યારે ફરિયાદી આવે અને આરોપીઓને પોલિસ પકડે, આતો કાંઈ રીત છે ? સામાન્ય રીતે પોલિસ પર જો કોઈ ટોળુ ધસી આવે તો તુરંત જ પોલિસ કાર્યવાહી કરી દે અને આરોપીને ઝડપી પાડતી હોય છે, જોકે પ્રજા માટે કામ કરતી પોલિસ, જ્યારે પ્રજા પર આફત આવે તો, ફરિયાદીની રાહ જુએ છે. એટલું જ નહીં, ત્યાં સુધીમાં તો આરોપીઓ ક્યાંક પલાયન થઈ જશે.
અરવલ્લી જિલ્લા પાસે એલ.સી.બી., ઓસ.ઓ.જી. તેમજ અન્ય ટીમ છે છતાં આ તપાસ માત્ર બીટ જમાદારને સોંપી દઈને ટાઉન પોલિસ છાતી ઠેકે છે કે, પોલિસ તપાસ કરી રહી છે, અરે સાહેબ, આવી ઘટનામાં તમે ગંભીરતા નથી દાખવતા ને, એટલે જ ગુનાઓનું પ્રમાણ વધે છે. નહીંતર આવા તત્વો, આવી ઘટનાઓને અંજામ આપી જ ન શકે. મોડાસા ટાઉન પોલિસના ડી સ્ટાફ માં આટલા કર્મચારીઓ છે છતાં કોઈને આવી ઘટનાઓમાં રસ નથી અને તેઓ પણ ઘટનાની ગંભીરતા દાખવતા નથી.