અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે આવેલી શ્રી. કે.એન. શાહ મોડાસા હાઈસ્કૂલ ખાતે ગૌરવ પુરસ્કાર કાર્યક્રમ યોજાયો હતો. છેલ્લા 105 વર્ષથી અવિરત શિક્ષણ પ્રદાન કરતી શ્રી.કે.એન શાહ મોડાસા હાઇસ્કૂલમાં અભ્યાસ કરતા તેજસ્વી વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થિનીઓને સન્માન કરી “ગૌરવ પુરસ્કાર” એનાયત કરાયો હતો. આ કાર્યક્રમના ઉદ્ઘાટક તરીકે રાજ્ય કક્ષાના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહજી પરમાર, મુખ્ય મહેમાન તરીકે અરવલ્લી-સાબરકાંઠા જિલ્લાના સાંસદ શૌભનાબેન બારૈયા, અતિથી વિશેષ તરીકે પ્રાંતિજના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા તેમજ મોડાસા નગર પાલિકાના પ્રમુખ નીરજભાઈ શેઠની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં ધોરણ 9 થી 12 ના પ્રથમ ત્રણ નંબર પ્રાપ્ત કરતાં વિદ્યાર્થીઓને ટ્રોફી અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા..આ સાથે જ સી.એ. ની પદવી મેળવનાર શ્રી.કે.એન. શાહ હાઈસ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ હની એસ.શાહ અને ચિરાગ એસ.રહેવર વિશિષ્ટ સન્માન આપવામાં આવ્યું હતું.. આ સાથે જ ભગિની સંસ્થાના આચાર્ય ડો.આર.સી મહેતાને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા..
મોડાસા ની શ્રી.કે.એન.શાહ હાઈસ્કૂલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સમારંભ અધ્યક્ષ તરીકે મોડાસા કેળવણી મંડળના પ્રમુખ બિપીનભાઈ શાહ, મોડાસા કેળવણી મંડળના હોદેદારો, શાળા પરિવાર, વાલીઓની ઉપસ્થિતિમાં ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો.. મોટી સંખ્યામાં શાળાના શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓએ ગૌરવ પુરસ્કાર કાર્યક્રમ સફળ બનાવ્યો હતો…