28.2 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines નેશનલ હાઈવ 8 ને જોડતા રોડમાં ભ્રષ્ટાચાર અને ગોકળગતીએ ચાલતા કામને લઇને...

નેશનલ હાઈવ 8 ને જોડતા રોડમાં ભ્રષ્ટાચાર અને ગોકળગતીએ ચાલતા કામને લઇને ધરણાં

0
173

અંકિત ચૌહાણ/જય અમીન
ચોમાસુ પૂર્ણ થયા પછી પણ રાજ્યના વિવિધ વિસ્તારોમાં રોડની હાલ ખકડધજ જોવા મળી રહી છે,જેને કારણે છાશવારે અકસ્માતો સર્જાઈ રહ્યા છે, નેશનલ હાઈવે નંબર આઠને જોડતા, અરવલ્લી જિલ્લાના મોડાસા થી રાજેન્દ્રનગર ચોકડી સુધીનો અંદાજે 20 કિ.મી. નો રોડ છેલ્લા ઘણાં સમયથી બિસ્માર છે. રોડ બનાવવાની મંજૂરી પણ મળી ગઈ છે,, જોકે ગોકળગતિએ ચાલતા કામકાજને લઇને ઈન્ડિયા ગઠબંધને, એક દિવસના પ્રતિક ધરણા યોજ્યા હતા. રોડની કામગીરીમાં થતાં ભ્રષ્ટાચારને લઇને આપ નેતા જયદીપસિંહ ચૌહાણે ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે જણાવ્યું કે, તંત્રની ઢીલી કામગીરીને લઇને લોકો હેરાન થઈ રહ્યા છે. તેમણે જણાવ્યું કે, આપ ના નેતાઓના પ્રતિક ધરણાને લઇને ભાજપના નેતાઓ, આ કાર્યક્રમને આવકાર્યો હતો.

આમ આદમી પાર્ટીના નેજા હેઠળ યોજાયેલા પ્રતિક ધરણાં કાર્યક્રમમાં, ઈન્ડિયા ગંઠબંધનના નેતાઓ પણ જોડાયા હતા.. મોડાસા રાજેન્દ્રગર હાઈવે પર રોડની ધીમી અને ભ્રષ્ટાચાર રૂપી કામગીરીને લઇને કોંગ્રેસે પણ તંત્રની કામગીરી પર સવાલો ઉઠાવ્યા હતા. અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિની પ્રમુખે, કમલેન્દ્રસિંહ પુવારે જણાવ્યું કે, છેલ્લા ત્રણ વર્ષ કરતા વધારે સમયથી રસ્તાની બિસ્માર હાલત પર કોઈ ધ્યાન આપતું નથી.

ઈન્ડિયા ગંઠબંધન દ્વારા યોજવામાં આવેલા, એક દિવસિય પ્રતિક ઉપવાસ આંદોલનમાં સુરત આપના નેતાઓ પણ જોડાયા… સુરત મહાનગર પાલિકાના વિપક્ષના પૂર્વ નેતા ધર્મેશ ભંડેરી પણ એક દિવસિય પ્રતિક ધરણામાં જોડાયા હતા. તેમણે સરકારની કામગીરી પર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે ઉમેર્યું કે, છેલ્લા ઘણાં સમયથી નકલીની બોલબાલા છે ત્યારે સરકાર તો નકલી નથી ને?

આમ આદમી પાર્ટી દ્વારા રોડની સમસ્યાને લઇને યોજવામાં આવેલા પ્રતિક ધરણાને લઇને, પોલિસનો ચુસ્તબંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. છેલ્લા ઘણાં સમયથી મોડાસા –રાજેન્દ્રનગર હાઈવે બિસ્માર બન્યો છે, જોકે માર્ગ અને મકાન વિભાગ દ્વારા જે, કામગીરી કરવામાં આવે છે, તેના પર વિપક્ષી પાર્ટીઓએ, ભ્રષ્ટાચારને લઇને સવાલો કર્યા છે, જોકે આ સમગ્ર મામલે યોગ્ય તપાસ થાય,, અને લોકોને ઝડપીથી રોડની સુવિધા મળે તે જરૂરી છે. ઈન્ડિયા ગઠબંધને આગામી દિવસોમાં વિવિધ કાર્યક્રમો કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!