asd
31 C
Ahmedabad
Sunday, November 3, 2024

પંચમહાલ : ગોધરા ના ટીઁબા ગામ ખાતે આયોજીત ખેડૂત સેમિનારમાં પ્રાકૃતિક ખેતી તરફ વળવા અનૂરોધ કરાયો


ગોધરા,

Advertisement

ગોધરા તાલુકાના ટીંબા ગામ ખાતે ખેડૂત સેમીનાર નું આયોજન કરવામાં આવ્યું હતૂ.જેમાં કુદરતી ખેતી વિશેની ખેડૂતોમાં સમજ અને તેના ફાયદા તથા કૃત્રિમ ખેતી- રાસાયણિક ખાતર અને ઝેરી જંતુનાશકો દ્વારા થતા ભારે નુકસાન થી ખેડૂતોને માહિતગાર કરવામાં આવ્યા હતા.

Advertisement

કાર્યક્રમના અધ્યક્ષ ડોક્ટર રાજેશભાઈ ઠક્કર પ્રોફેસર કૃષિ યુનિવર્સિટી હાલોલ વિશાલભાઈ શાહ આત્મા પ્રોજેક્ટ ગોધરા ગોપાલભાઈ પટેલ પ્રફુલભાઈ પટેલ ગૌરાંગભાઈ પટેલ તરુણભાઈ ગ્રામ સેવક ટીંબા ખેતીવાડી શાખા ગોધરા , સતિષભાઈ પ્રજાપતિ શાળાના આચાર્ય અને અમરસિંહભાઈ કુદરતી ખેતી ટ્રેનર તથા ખેડૂત મિત્રો અને પ્રાથમિક તથા માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ સૌ આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

Advertisement

શાળાના શિક્ષક રઘુભાઈ ભરવાડ અને વિદ્યાર્થીઓ દ્વારા કુદરતી ખેતી વિષય પર પ્રોજેક્ટર તૈયાર કરી વિદ્યાર્થીઓમાં કુદરતી ખેતી વિશે જાગૃતતા લાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે એના અનુસંધાને ટીંબાગામના 100 કરતાં વધારે ખેડૂતો પણ સાથે મળી કુદરતી ખેતીનો વધારેમાં વધારે પ્રચાર પ્રસાર થાય અને સાચા અર્થમાં ગામ કુદરતી ખેતી આધારિત પેદાશો તૈયાર કરે તથા ગામના એક એક ખેડૂત નિરોગી અને સ્વસ્થ બને ગામની જમીન સજીવ બને પ્રાકૃતિક ખેતી પેદાશો ગ્રામજનોને ગામમાંથી જ ઉપલબ્ધ થાય એવા ઉમદા હેતુ સાથે આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું. ડોક્ટર રાજેશભાઈ ઠક્કરે કુદરતી ખેતી અને કૃત્રિમ ખેતીનો ભેદ સ્પષ્ટ કરી ખેડૂતોને કુદરતી ખેત પેદાશો તૈયાર કરવાની વિસ્તૃત સમજ આપી. રાસાયણિક ખાતરના ભયંકર નુકસાનથી ખેડૂતોને વાકેફ કર્યા હતા.ગામના અગ્રણી ખેડૂત ગોપાલભાઈ પટેલ પ્રફુલભાઈ પટેલ પિયુષભાઈ પટેલ ગૌરાંગભાઈ અને અન્ય ખેડૂત મિત્રો દ્વારા પોતાની સમસ્યાઓ રજૂ કરવામાં આવી હતી. આત્મા પ્રોજેક્ટ દ્વારા કુદરતી ખેતીને ખૂબ જ પ્રોત્સાહન આપવામાં આવ્યું જેમાં વિશાલભાઈ શાહ દ્વારા સમજ આપવામાં આવી અને અમરસિંહભાઈ કલાસવા એ ખેડૂતોને પ્રેક્ટીકલમાં જીવામૃત કેવી રીતે તૈયાર કરવું તેનો ડેમો આપ્યો. ખેતીવાડી શાખા ગોધરા ગ્રામ સેવક ટીંબા તરુણભાઈએ ખેડૂતોને મળતી વિવિધ યોજનાઓની વિસ્તૃતમાં સમજ આપી આ કાર્યક્રમ પછી ઘણા બધા ખેડૂતો કુદરતી ખેતી કરવા માટે પોતાની સંમતિ દર્શાવી હતી.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

વૉટ્સ એપ ચેનલમાં જોડાવા ક્લિક કરો
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!