33.9 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines અમરેલી જિલ્લામાં ભૂકંપના આંચકા અનુભવાયા, લોકો ઘરોની બહાર દોડી આવ્યા, CCTV વાઈરલ

અમરેલી જિલ્લામાં ભૂકંપના આંચકા અનુભવાયા, લોકો ઘરોની બહાર દોડી આવ્યા, CCTV વાઈરલ

0
182

ગુજરાતમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. અમરેલી જિલ્લામાં ભૂકંપના આંચકા અનુભવાતા, લોકોમાં અફરા-તફરી નો માહોલ સર્જાયો હતો. અમરેલીના ધારી ગીર પંથક, ખાંભા ગીર પંથક, લાઠી,લીલીયા, સાવરકુંડલા સુધી ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રવિવારના સાંજના 5.16 કલાકે ભૂકંપના આંચકા અનુભવાતા લોકો ઘરોની બહાર દોડી આવ્યા હતા.

ધારી ગીરના ગામડાઓમાં લોકોએ દોટ મુકી હતી, તો સાવરકુંટલા શહેરી વિસ્તારો થી ગ્રામ્ય વિસ્તારોમાં ભૂકંપના આંચકાથી લોકો માં ફફડાટ વ્યાપી ગયો હતો. પ્રાથમિક માહિતી મુજબ 3.7ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો લોકોએ અનુભવ્યો હતો.

તો બીજી બાજુ રત્ન કલાકારો જ્યાં કામ કરતા હતા ત્યાંનો સીસીટીવી ફૂટેજ વાયરલ થયો છે જ્યાં ભૂકંપ આવતા, કલાકારો બહાર દોડી આવ્યા હતા. ખાંભાના તાતણીયા ગામે રત્નકલાકારો કામ કરતા હતા, અચાનક લોકોએ ભૂકંપનો આંચકો અનુભવ્યો હતો, અને અંદર અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો અને રત્નકલાકારોમાં દોડધામ મચી જવા પામી હતી, જેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!