33.9 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત સમગ્ર ગુજરાત રાજય લેવલે સર્વાઈકલ કેન્સર બાબતે જાગૃતિ અભિયાન ઉપાડી રબારી સમાજની...

સમગ્ર ગુજરાત રાજય લેવલે સર્વાઈકલ કેન્સર બાબતે જાગૃતિ અભિયાન ઉપાડી રબારી સમાજની દિકરીઓને HPV વેક્સિન આપવામાં આવશે

0
247

પાટીદાર સમાજ પછી સૌ પ્રથમ સર્વાઈકલ કેન્સર બાબતે રબારી સમાજમાં જાગૃતિ અભિયાન આરંભાયું

જય અમીન/અંકિત ચૌહાણ
સમગ્ર ગુજરાતમાં સર્વાઇકલ કેન્સર માટે પાટીદાર સમાજ પછી જો કોઈ જાગૃત સમાજ હોય તો તે રબારી સમાજ છે સમગ્ર ગુજરાતમાં પાટીદાર સમાજના સર્વાઇકલ કેન્સર જાગૃતિ અભિયાન અને રસીકરણ અભિયાન બાદ રબારી સમાજમાં સમગ્ર ગુજરાતમાં અખિલ ભારતીય રબારી સમાજ સંગઠન ખુબ મોટી નામના ધરાવે છે સંગઠનના પ્રદેશ થી લઈને જિલ્લા તાલુકા ના સંગઠનના તમામ હોદ્દેદારશ્રી ઓ તથા મહિલા મોરચા ની ખુબજ મહેનત દ્વારા ગુજરાત ભરમાં રબારી સમાજ માં સર્વાઇકલ કેન્સર જાગૃતિ અભિયાન અંતર્ગત ખુબજ ઉમદા કામગીરી કરી અને કેન્સર માં સૌથી ભયાનક બીજા નંબરનું આ કેન્સર છે પાછલા કેટલાક વર્ષોના અંદાજિત આંકડા પ્રમાણે 2020 માં 6 લાખ 40 હજાર કેસ હતા અને વર્ષે એક લાખ એકવીસ હજાર કેસ અંદાજિત હતા જેમાં અધ્ધ્ધ્ધ કહી શકાય તેવા લગભગ 64 હજાર બહેનો નો આ ભયાનક બીમારીએ ભોગ લીધો હતો તેવી રબારી સમાજમાં ગામડે ફરી નાની નાની બાબતોમાં સમાજને જાણકારી આપીને સમાજને આગળ લાવવા હાકલ કરવામાં આવી અને 5/9/2024 ના રોજ રબારી સમાજ ની દીકરીઓને સૌ પ્રથમવાર ગોપાલક કન્યા વિદ્યા ભવન ગાંધીનગર ખાતે 120 દીકરીઓને VPV વેક્સિન ની રસી આપવામાં આવી ત્યારબાદ ગઈકાલે સર્વ સમાજ ની દીકરીઓને સમગ્ર ગુજરાતમાં સૌ પ્રથમવાર રબારી સમાજ ના સંગઠન દ્વારા મહેસાણા જિલ્લાના. હેડુવા ખાતે એસ એમ દેસાઈ ગોપાલક સંકુલન ખાતે આપવામાં આવી આ ગુજરાતના તમામ સમાજના લોકો એ મોટી સંખ્યામાં હાજર રહી કાર્યક્રમ ને સફળ બનાવવા માટેની જહેમત ઉઠાવનાર અખિલ ભારતીય રબારી સમાજ સંગઠન ના તમામ હોદ્દેદારો ને ખુબ ખુબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી હતી

સમગ્ર ગુજરાતમાં સર્વ સમાજની દીકરીઓને રસી આપનારા દાતાઓ અને અખિલ ભારતીય રબારી સમાજ સંગઠન ની સરાહનીય કામગીરી જોઈને આવનારા સમયમાં તમામ સમામજના સંગઠનોને આવા કાર્યો કરી સમાજ કલ્યાણ મેળા કરી આવા જાગૃતિ અભિયાન ચલાવી સમાજને આગળ લાવવા હાકલ કરી મારો સમાજ શ્રેષ્ઠ સમાજ મારું ગુજરાત શ્રેષ્ઠ ગુજરાત મારો દેશ શ્રેષ્ઠ ભારતનું સ્લોગન અખિલ ભારતીય રબારી સમાજ સંગઠન દ્વારા આપવામાં આવ્યું હતું અને છેલ્લે વેક્સિન અને ભોજન સમારંભ ના તમામ દાતાશ્રીઓ નો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો

આવનારા સમયમાં ગુજરાતના તમામ તાલુકા અને જિલ્લા લેવલે આવા HPV વેક્સિન કેમ્પ કરીને રબારી સમાજની તમામ દીકરીઓને HPV વેક્સિન આપવામાં આવશે તેવું અખિલ ભારતીય રબારી સમાજ સંગઠન ના હોદ્દેદારો દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!