28 C
Ahmedabad
Tuesday, January 21, 2025

સ્પેનના વડાપ્રધાન નું વડોદરા એરપોર્ટ ઉપર ઉમળકાભેર સ્વાગત


વડોદરાના કલાકારોએ ગરબા રજૂ કરી સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝનું અભિવાન કર્યું હતું

Advertisement

રક્ષા ઉત્પાદનોમાં આત્મ નિર્ભર ભારતની પ્રતીતિ કરાવતા વડોદરા સ્થિત ટાટા એરબસ નિર્મિત કાર્ગો પ્લેન સી – ૨૯૫ની ફાઇનલ એસેમ્લી લાઇનનું ઉદ્દઘાટન કરવા માટે પધારેલી સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝનું એરપોર્ટ ઉપર મહાનુભાવો દ્વારા ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.

Advertisement

સ્પેનીશ વડાપ્રધાન પેડ્રો સાંચેઝ અને તેમના પત્ની સુજ્ઞા બિગોના ગોમેઝે મધરાતે વડોદરા એરપોર્ટ ખાતે ખાસ વિમાનમાં ઉતારણ કર્યું હતું. જ્યાં સ્પેન સ્થિત ભારતના રાજદૂત દિનેશ પટનાયક, વડોદરાના મેયર પિંકીબેન સોની, પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર, કલેક્ટર બી. એ. શાહ, વિદેશ મંત્રાલયના અધિકારીઓ દ્વારા મહેમાનોને આવકારવામાં આવ્યા હતા.

Advertisement

એરપોર્ટ ઉપર સ્થાનિક કલાકારો દ્વારા પરંપરાગત વસ્ત્રપરિધાન સાથે ગરબાના નૃત્યની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. જેને સ્પેનિશ વડાપ્રધાનશ્રીએ નિહાળ્યું હતું.

Advertisement

૦૦૦

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

વૉટ્સ એપ ચેનલમાં જોડાવા ક્લિક કરો
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!