અંકિત ચૌહાણ/જય અમીન
કૃષિ પ્રધાન દેશમાં સત્તાધિશો ને મોજ, અને ખેડૂતો ત્યાં ના ત્યાં જ હોય તેવું લાગે છે. આજે પણ ખેડૂતોને પોષણક્ષમ ભાવ ન મળવાનું કારણ,, સત્તાધિશોની મનમાની. અરવલ્લી જિલ્લાના મોડાસા એપીએમસી માર્કેટમાં ખેડૂતો જણસ લઇને આવ્યા તો ખરા, પણ હરાજી બંધ રહેતા મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. ખેડૂતોએ જણાવ્યું કે, માર્કેટ યાર્ડમાં 29 ઓક્ટોબર 2024 ના રોજથી દિવાળી વેકેશન છે જોકે, 28 ઓક્ટોબરના રોજ ખેડૂતો આગલા દિવસે રાત્રીથી આવી ગયા હતા, છતાં જણસ ખરીદવામાં આવી નહીં. જેને લઇને ખેડૂતોએ એપીએમસી માર્કેટમાં હોબાળો મચાવ્યો હતો.
ખેડૂતોનું કહેવું છે કે, સોમવારના દિવસે ખેડૂતો જણસ લઇને આવ્યા, પણ માર્કેટ યાર્ડ દ્વારા પૂરતા ભાવ આપવામાં ન આવ્યા,, અને માનિતા વેપારીઓ સાથે ગઠબંધન કરીને, ખેડૂતો સાથે અન્યાય કરી રહ્યા છે. ખેડૂતોએ એ પણ આક્ષેપો કર્યા હતા કે, વેપારીઓ રિંગ બનાવીને, ખેડૂતો સાથે છેતરપિંડી કરી રહ્યા છે..વેપારીઓ અને માર્કેટયાર્ડના કથિત ગઠબંધનને લઇને માર્કેટ યાર્ડના સત્તાધિશો સામે પણ સવાલો ઉઠી રહ્યા છે, રોષે ભરાયેલા ખેડૂતોએ જણાવ્યું કે, માર્કેટ યાર્ડ દ્વારા જણસનો ચોક્કસ ભાવ નક્કી કરવો જોઈએ.
સોમવારના મધ્યરાત્રીથી, જણસ લઇને આવેલા ખેડૂતોની જણસ, ખરીદી કરવામાં નહીં આવતા, ખેડૂતો માર્કેટ બંધ કરાવ્યું હતું,,, કેટલાક માનિતા વેપારીઓ સાથે ગઠબંધનના આક્ષેપો વચ્ચે કેટલાય વેપારીઓ નીચા ભાવે, ખેડૂતોની જણસ ખરીદી કરીને, તકનો લાભ લેતા હતા. ખેડૂતોના રોષને લઇને, માર્કેટ યાર્ડમાં સન્નાટો છવાઈ ગયો હતો,, અને ચેરમેનની કેબિનમાં તાળા જોવા મળ્યા હતા. કેટલીયવાર મોડાસા માર્કેટયાર્ડ, ખેડૂતો સાથે અન્યય કરતો હોવાના અહેવાલો સામે આવ્યા છે, છતાં, માર્કેટયાર્ડના સત્તાધિશોને કાંઈ જ ફરક પડતો નથી અને ખેડૂતો આજે મોડાસા માર્કેટ યાર્ડથી તંગ આવી ગયા. હવે તો ખેડૂતોએ વિચારવું પડશે કે, તમારા નામે ચરી ખાતા અને નાના અમથા કાર્યકરો આજે મોટી સત્તા મળે, ત્યારે ખેડૂતોની આવી સ્થિતિ થતી હોય છે. આજે જે ખેડૂતોના થકી સત્તા ના સિંહાસન પર બેસી ગયા છે, તેઓ ખેડૂતો માટે આફતરૂપ સાબિત થઈ રહ્યા છે.