28 C
Ahmedabad
Monday, March 24, 2025

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન એ વ્હાઈટ હાઉસમાં દિવાળીની ઉજવણી કરી


અમેરિકી રાષ્ટ્રપ્રમુખ જો બાઇડને પ્રથમ મહિલા જિલ બાઇડન અને ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે વ્હાઇટ હાઉસમાં દિવાળીની ઉજવણી કરી. આ સમારંભ દરમ્યાન ત્રણે જણે ભારતીય અમેરિકનોની સાથે મુલાકાત કરી હતી. હાલના વહીવટી તંત્રે વ્હાઇટ હાઉસમાં દિવાળી પાર્ટી માટે દેશમાંથી 200 થી વધુ ભારતીય અમેરિકનોને આમંત્રિત કર્યા હતા.

Advertisement

પ્રમુખ બાયડેને વ્હાઈટ હાઉસમાં બ્લ્યુ રૂમ, ફર્સ્ટ લેડી જિલ બાયડેનની સાથે દીપક પ્રકટાવ્યો ત્યારે અગ્રીમ ભારતવંશીઓ પણ ત્યાં ઉપસ્થિત હતા. તેઓએ આ પૂર્વે સુનિતા વિલિયમ્સને આ અંગે માહિતી મોકલી દીધી હતી. તેથી પ્રમુખ અને ફર્સ્ટ લેડી દીપ પ્રકટાવતા હતાં, ત્યારે સુનિતા વિલિયમ્સ જેને સૌ પ્રેમથી ‘સની’ કહે છે. તે પણ વિડીયો દ્વારા સ્પેસ-સ્ટેશનમાંથી જોડાયા હતાં. સુનિતા પાકા હિન્દુ છે.

Advertisement

તેમની સાથે ઉપનિષદ અને ભગવદ્ ગીતા પણ સાથે લઈ ગયા છે. તે માત્ર વાંચતા જ નથી. તેઓએ તે જીવનમાં ઉતાર્યા છે, તેથી આ કપરી પરિસ્થિતિમાં પણ તેઓ સ્થિતપ્રજ્ઞા રહી શકયા છે. દીપોત્સવી નિમિત્તે વોશિંગ્ટનમાં દ. ભારતીય નૃત્ય નૂતન રજૂ કરાયું હતું. ઉપરાંત મરીન-કોર્પ્સે પણ સંગીત રેલાવ્યું હતું. બાયડેને દીપોત્સવી સમયે આપેલા સંદેશમાં કહ્યું હતું કે, આજે મેં અને નિકસે દીપ પ્રકટાવ્યા છે, તે આપણને સમજદારીનો પ્રકાશ આપે છે. પ્રેમ અને એકતાનો પ્રકાશ, ધિક્કાર અને વિભાજનના અંધકારને દૂર કરે છે. આપણે આ ઉત્સવને ઉજવી પ્રકાશ અને શક્તિ પરસ્પરને સમાન રીતે વહેંચીએ.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

વૉટ્સ એપ ચેનલમાં જોડાવા ક્લિક કરો
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!