અંકિત ચૌહાણ/જય અમીન
હાલ દિવાળીનો સમય છે, બે દિવસ તહેવારોના બાકી છે ત્યારે આ વચ્ચે સૌથી વધારે કઠિન પરિસ્થિતિ એવા પરિવારોની છે કે, જેઓ કોઈપણ ભોગે પેટિયું રડી ખાય છે અને તહેવારો રંગીન બને તે માટે પોતાની ખુશીઓ બલિદાન કરીને અન્યોના ચહેરા પર સ્મિત લાવવાનો પ્રયાસ કરતા હોય છે. ગુજરાત સહિત સમગ્ર દેશમાં એવા કેટલાય દ્રશ્યો સામે આવતા હોય છે કે, આપણને કંઈકને કંઈક મનોમન કહી જાય છે, પણ આપણે તે દ્રશ્યોને માત્ર નિહાળીને અથવા તો મનોમંથન કરીને આપણી આંખોને ફેરવી દેતા હોય છે.
અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં છેલ્લા ઘણાં દિવસથી એક પરિવાર તેમના સંતાનો સાથે થોડાઘણાં કરતબો કરીને લોકોને મનોરંજન પુરૂ પાડતું નજરે પડે છે, જોકે આધુનિક અને દોડતી દુનિયામાં કોઈની પાસે થોભવાનો સમય નથી, આજે લોકો મોબાઈલમાં રચ્યા-પચ્યા રહે છે, ત્યારે આવા કરતોબો તો આપણને નરી આંખે જ જોવા મળતા હોય છે. આપણાં માટે ભલે આ કરતબો મનોરંજન માટે હોય છે, જોકે શ્રમિક પરિવારો માટે દિવાળી ઉજવણી કરવા પહેલાવી એક અગ્નિ પરીક્ષા કહી શકાય.
મોડાસા ચાર રસ્તા નજીક એક પરિવારે ચાર ખૂંટા લગાવી, બે બાજુ રસ્સા પર ચાલતી નજરે પડે છે, પરિવારે વિચાર્યું હશે કે, થોડી કરતબ બતાવીએ તો લોકો માટે મનોરંજન થશે અને થોડાક પૈસા મળી જશે, પણ ગણતરીની મિનિટ્સ માં જ પરિવારે આ કામ બંધ કરી દીધું, કારણ કે, કોઈની પાસે ક્યાં સમય જ હતો, કે આ કરતબો જોઈ શકે, અને કોઈ વ્યક્તિ કરતબ જોવા ઊભા ન રહે, તો પૈસા કેવી રીતે મળે, જેથી ગણતરીમાં જ આ પરિવાર નિરાશ થઈને જતો રહ્યો.
અમીર ગરીબ કિસ્મતની વાત છે, ભીખ માંગીને પેટિયું રડનું તે આળસ અને કામચોર કહી શકાય, પણ મહેનત-મજૂરી કરીને પણ પરિવારનું ગુજરાન કરી શકે અને પોતાના સંતાનો માટે તહેવારો માટે કંઈ કરી શકે, તેને ગરીબ ન કહી શકાય. આવા પરિવારો ગરીબ કે અન્ય રીતે અમર્થ ભલે હોઈ શકે પણ અન્ય લોકો માટે આજે પણ ખુશી લાવવાનો પ્રયાસ કરે છેે, ભલે તેમના જીવનમાં પ્રકાશ ફેલાય કે ન ફેલાય.
દિવસ દરમિયાન આવું કંઈ દેખાય તો થોડીક ઘડી, થોભી ને નજર તો નાખવી જ જોઈએ, જેથી આવા પરિવારોનો જોમ-જુસ્સો ચોક્કસથી વધશે.