પંચમહાલ જીલ્લામાં દિવાળીના તહેવારને લઈને ગોધરા કલેકટર કચેરીના હોલમાં જીલ્લા પુરવઠા અધિકારી તેમજ જીલ્લાના ફરસાણના વેપારીઓ વચ્ચે એક મિંટીગનુ આયોજન કરવામા આવ્યુ હતુ. જેમા મીઠાઈ અને ફરસાણના ભાવોને લઈને ચર્ચા વિચારણા કરવામા આવી હતી. તહેવારોને ધ્યાનમા રાખીને પ્રતિકિલો મીઠાઈ તેમજ ફરસાણના ભાવો પણ નક્કી કરવામા આવ્યા હતા. સાથે સાથે પુરવઠા વિભાગ દ્વારા જરુરી ફરસાણ અને મીઠાઈ બનાવતી ચીજવસ્તુઓને લઈને પણ સુચનો કરવામા આવ્યા હતા.ગ્રાહકોને દિવાળીના તહેવારમાં ગુણવત્તા યુક્ત અને આરોગ્યપ્રદ ચીજવસ્તુઓ મળી રહે તેના પર ભાર મુકવામા આવ્યો હતો, સાથે ગાઈડલાઈનનુ પાલન કરવા સુચના આપી હતી. જીલ્લામાંથી આવેલા મીઠાઈ ફરસાણના વેપારીઓએ પણ મિટીંગમા થયેલી ચર્ચા તેમજ સુચનોનુ પાલન કરવા માટે સંહમતિ દર્શાવી હતી
પંચમહાલ જીલ્લાના ગોધરા શહેરના કલેકટર કચેરી ખંડ ખાતે જીલ્લા પુરવઠા અધિકારી હરેશ મકવાણા તેમજ જીલ્લા ગ્રાહક સુરક્ષા અધિકારીને અધ્યક્ષ સ્થાને એક મિટીંગનુ આયોજન કરવામા આવ્યુ હતુ. જેમા ગોધરા શહેર તેમજ તાલુકાઓમાંથી આવેલા મીઠાઈ અને ફરસાણના વેપારીઓ પણ મોટી સંખ્યામા ઉપસ્થિત રહ્યા હતા. દિવાળીના પર્વને લઈ મીઠાઈના ભાવતાલને લઈને જરુરી ચર્ચા વિચારણા કરવામા આવી હતી. દિવાળીના તહેવારને લઈને ગરીબમા ગરીબ વ્યક્તિ પણ પોષા તેવે માનવીય અભિગમ રાખીને જનતા ચવાણા એક કિલોનો ભાવ 280 તેમજ જનતા મીઠાઈનો ભાવ 390 પ્રતિ કિલો ગ્રામ નક્કી કરવામા આવ્યો હતો. સાથે વેપારીઓને દુકાનો પર ભાવના તેમજ ચીજવસ્તુઓના બોર્ડ દર્શાવા માટે પણ જણાવામા આવ્યુ હતુ. સાથે મીઠાઈ અને ફરસાણની કિમંતમાં પ્રતિકિલો 20 રુપિયાનો ઘટાડો કરવાનો રહેશે.વેપારીઓને શુધ્ધ સીંગતેલ ઘીનો ઉપયોગ કરવા,ચીજવસ્તુઓમા ઉપયોગમા લેવામા આવતી અન્ય વસ્તુઓ પણ જંતુ રહીત ઉપયોગમા લેવામા આવે, દુકાનની આજુબાજુ સ્વચ્છતા રાખવામા આવે,કોર્મશિયલ ગેસના ઉપયોગ કરવા આવે,તેલ માટે જાહેર કરવામા આવેલી ગાઈડલાઈનનુ પાલન કરવાનુ રહેશે સહિતના સુચનો કરવામા આવ્યા હતા.