શહેરા
પંચમહાલ જીલ્લામા આજે દિવાળીના તહેવારને લઈને બજારોમાં ભારે ભીડ જોવા મળી હતી.શહેરા નગર અને પંથકમા દિવાળીના તહેવારને લઈ લોકોમા ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.શહેરાનગરમા મુખ્ય બજાર તેમજ બસ સ્ટેશન વિસ્તારમા પણ ભારે ભીડ જોવા મળી હતી,લોકોએ કપડા તેમજ ફટાકડાની પણ ખરીદી કરી હતી,મોબાઈલ સહિત બાઈકોના શો રુમ ખરીદી થઈ હતી.
પંચમહાલ જીલ્લામા દિવાળીના તહેવારને લઈને અનેરો ઉત્સાહ લોકોમા જોવા મળ્યો હતો. પંચમહાલ જીલ્લાના તમામ તાલુકાઓમા દિવાળીને લઈને તાલુકા મથકો ખાતે ભારે ભીડ જોવા મળી હતી. પંચમહાલના શહેરા ખાતે પણ આવેલા બજારોમા ખરીદી માટે લોકો ઉમટી પડ્યા હતા. વૈજનાથ ભાગોળ ખાતે આવેલા કપડાબજારમા ભારે ભીડ જોવા મળી હતી. જેના કારણે વેપારીઓ પણ ખુશ ખુશાલ જોવા મળ્યા હતા. દિવાળીમા ફટાકડાઓ તેમજ રંગોનુ પણ મહત્વ હોય છે. લોકોએ ભાવ વધારે હોવા છતા મન મુકીને ખરીદી કરી હતી. દિવાળીના તહેવારને લઈન બસ સ્ટેશન પર પણ ભીડ જોવા મળી હતી.
શહેરા તાલુકાના ગ્રામીણ વિસ્તારમા રહેતો કેટલોક વર્ગ અમદાવાદ,સુરત,રાજકોટ,વડોદરા જેવા મોટા શહેરોમા રોજગારી અર્થ જતો હોય છે. પણ દિવાળી પોતાના પરિવાર સાથે ઉજવતા હોવાથી તેઓ માદરે વતન આવીને દિવાળીની ભારે ધામધુમથી ઉજવણી કરે છે. મીઠાઈની દુકાનો પર પણ લોકોએ મીઠાઈની ખરીદી કરી હતી. દિવાળીને લઈને લોકોએ પોતાના ઘરો તેમજ દુકાનો પર રોશનીથી શણગાર કર્યા હતા. દિવાળીને લઈને લોકોમા અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. દિવાળીના તહેવારને લઈને બજારોમાં ભીડ જામી હતી.અને ઘરાકી સારી થતા વેપારી વર્ગ પર ખુશખુશાલ જોવા મળ્યો હતો.