અરવલ્લી જિલ્લામાં ચાલુ મહિનામાં નાના-મોટા ચાર થી પાંચ અકસ્માતમાં 7 લોકોના મોત નિપજ્યા છે, જ્યારે કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયાના અહેવાલો મળ્યા હતા. આ વચ્ચે
અરવલ્લી જિલ્લામાં વધુ એક અકસ્માત સર્જાયો હતો. મોડાસા ટિંટોઈ નજીક કાર ચાલકને અકસ્માત નડ્યો હતો, જેમાં પાંચ લોકોનો આબાદ બચાવ થયો છે. મોડી રાત્રે કાર ચાલક ટિંટોઈ નજીકથી મોડાસા આવી રહ્યા હતા, તે સમય દરમિયાન અચાનક નિલગાય વચ્ચે આવી જતાં, કાર રોડ સાઈડના ખાડામાં ખાબકી હતી. કાર સવાર તમામ લોકો કુડોલ ગામે સંબંધીને ત્યાં ગયા હતા, જ્યાંથી પરત ફરતા સમયે અકસ્માત નડ્યો હતો. કાર ચાલકે જણાવ્યું કે, અચાનક નિલગાય વચ્ચે આવી, જતાં, કાર પલટી મારી ગઈ હતી. ઘટનાની જાણ થતાં, આસપાસના લોકો દોડી આવ્યા હતા અને કારમાં ફસાયેલા પાંચેય લોકોને બહાર કાઢ્યા હતા. સમગ્ર ઘટનામાં એક બાળક અને મહિલાને ઈજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતા ટિંટોઈ પોલિસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી.
અરવલ્લી જિલ્લાના વિવિધ માર્ગો પર છેલ્લા ઘણાં સમયથી કોઈક ને કોઈ રીતે, અકસ્માતો સર્જાઈ રહ્યા છે,,, કેટલીક જગ્યાએ રોડની સમસ્યાને કારણે અકસ્માતો સર્જાઈ રહ્યા છે, તો કેટલીક જગ્યાએ અન્ય કારણોસર,, જિલ્લામાં છાશવારે અકસ્માતની ઘટનાઓ ઘટી રહી છે, જોકે તંત્ર દ્વારા શું પગલા ભરવામાં આવે છે, તે સૌલોકો જાણે છે.