મોડાસા ના મહાદેવપુરા નજીક પીક અપ સ્ટેન્ડમાં સર્જાયેલા અકસ્માતને લઇને સસ્પેન્સ યથાવત
લોકોમાં ચર્ચાએ ચાલી કે, સસ્પેન્સ હટશે કે પછી….
સમગ્ર ઘટનાને લઇને મોડાસા ગ્રામ્ય પોલિસ કરી રહી છે તપાસ
અરવલ્લી જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચને તપાસ સોંપવાશે ?
કારમાં મોટા બેગ અને શંકાસ્પદ જથ્થો હોવાનો થયો હતો દાવો
અંકિત ચૌહાણ/જય અમીન
અરવલ્લી જિલ્લામાં કેટલીય રીતે ગેરકાયદે પ્રવૃત્તિઓ ચાલતી હોય છે, જોકે પોલિસ આવી પ્રવૃત્તિઓને ડામવા એલર્ટ રહે છે. કેટલીક પ્રવૃત્તિઓ એવી હોય છે કે, પોલિસ કાર્યવાહી કરે છે કે નહીં, તેના પર સવાલો ઉઠે છે. મોડાસા તાલુકાના મહાદેવપુરા નજીક થોડા દિવસ પહેલા એક બ્રેઝા કાર પીક અપ સ્ટેન્ડમાં ઘૂસી ગઈ હતી, જેને લઇને અનેક સવાલો લોકોએ ઉઠાવ્યા હતા. સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે, ગાડીમાં કંઈક શંકાસ્પદ જથ્થો હતો, જેને લઇને કેટલાક લોકો આવીને કારની નંબર પ્લેટ બદલી ગયા હતા.
શું હતી, સમગ્ર ઘટના વાંચવા ક્લિક કરો – https://meragujarat.in/news/34158/
થોડા દિવસ પહેલા બે દિવસમાં ત્રણ જેટલા અકસ્માતો એક જ જગ્યાએ સર્જાયા હતા, જેને લઇને લોકોમાં રોષ જોવા મળ્યો હતો. મહાદેવપુરા પીક અપ સ્ટેન્ડમાં જે બ્રેઝા કાર ઘૂસી ગઈ હતી, જેમાં શંકાસ્પદ વસ્તુઓ અને કોથળા હોવાની વાતોએ જોર પકડ્યું હતું, જેને લઇને આ સમગ્ર મામલે મોડાસા ગ્રામ્ય પોલિસે તપાસ હાથ ધરી હતી. આ વાતને એક સપ્તાહ જેટલો સમય વિતી જવા આવ્યો છતાં હજુ મોડાસા ગ્રામ્ય પોલિસ કઈ દિશામાં કાર્યવાહી કરે છે, તેને લઇને સવાલો ઉઠી રહ્યા છે. લોક ચર્ચાઓએ એવું પણ જોર પકડ્યું છે કે, ઘટનાને લઇને તપાસ થાય છે કે, પછી….
સ્થાનિક લોકોએ એવો પણ દાવો કર્યો હતો કે, અકસ્માત સમયે કારનો પાર્સિંગ નંબર GJ18 હતો, ત્યાર પછી કેટલાક લોકો આવ્યા અને આ નંબર પ્લેટ કાઢી લઈ ગયા અને GJ08 પાર્સિંગની નંબર પ્લેટ મુકી ગયા. હવે તો એવી માંગ ઉઠવા પામી છે કે, સમગ્ર ઘટનાની તપાસ અરવલ્લી જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવે તે, પોલિસ વડાની સીધી દેખરેખ રહી શકે. બાકી તો, સસ્પેન્સ રહી જશે, તેમાં કોઈ બે મત નથી.