ગોધરા,
પંચમહાલ જીલ્લાના ગોધરા શહેરમા આવેલી મજુર અદાલતના જજને મહિસાગર જીલ્લાના એક ઈસમે બંધ કવરમા રુપિયા 35,000ની લાંચ આપવાનો પ્રયાસ કરતા આરોપી સામે એસીબી ટીમ દ્વારા ઝડપી પાડીને કાર્યવાહી કરવામા આવી છે.
સુત્રો પાસેથી મળતી વિગતો અનુસાર ગોધરા શહેરના સેવાસદન બેમા લેબર કોર્ટ આવેલી છે. મહિસાગર જીલ્લાના વિરપુર તાલુકાના સરાડીયા ગામના બાપુભાઈ ધીરાભાઈ સોલંકી પાનમ યોજનાના ભાદર નહેર પેટાવિભાગમા જેતે સમયે નોકરી કરતા તે સમયે કોઈ કારણોસર છુટા કરવામા આવ્યા હતા.જેને લઈને કેસની મુદત માટે તારીખ આગામી મહિને પડી હતી. આગામી સમયમા તેમના પક્ષે સુનાવણી થાય તેના ભાગરુપે ચાલુ કોર્ટમાં જ લેબરકોર્ટના જજને બંધ કવરમા રુપિયા 35,000ની લાંચ આપવાનો પ્રયાસ કરવામા આવ્યો હતો. જજ દ્વારા કવર નહી સ્વીકારીને તેને કોર્ટમા ખોલવા કહેતા તેમાથી પૈસા નીકળ્યા હતા. આ મામલે જજ દ્વારા ગોધરા એસીબીની ટીમને જાણ કરવામા આવી હતી. ગોધરા ACB કોર્ટે આરોપી બાપુભાઈ ધીરાભાઈ સોલંકી સામે વિવિધ કલમો ઉમેરી ગુનો નોધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અત્રે નોધનીય છે કે પંચમહાલ જીલ્લામા કદાચ આવો પહેલો કિસ્સો હશે જેમા લાંચ લેનારો નહી પણ લાંચ આપનારાની અટકાયત કરાઈ હોય.હાલ આ ઘટના ભારે ચર્ચાનુ કેન્દ્ર બની છે.