26.8 C
Gujarat
Saturday, August 1, 2026
Home HeadLines Exclusive : BZ નું પણ કંઈ ન આવે તેવી પોંઝી સ્કીમમાં રોકાણકારોને...

Exclusive : BZ નું પણ કંઈ ન આવે તેવી પોંઝી સ્કીમમાં રોકાણકારોને 11 ટકા વ્યાજ !!! કોણે શરૂ કરી છે, વાંચો કોણ છે આ જ્ઞાની

0
214

અરવલ્લી-સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી પોંઝી સ્કીમને લઇને ચર્ચાઓ જોર પકડ્યું છે, એટલું જ નહીં પોલિસ કાર્યવાહી પણ કરી રહી છે. આ વચ્ચે એક પછી એક એવા સમાચારો સામે આવી રહ્યા છે, જેમાં બિલાડીની ટોપ ની જેમ ફૂટી નિકળેલા CEO’s સમગ્ર કૌભાંડ ચલાવી રહ્યા છે. BZ તો ઠીક, પણ એક એવી પોંઝી સ્કીમ ની ચર્ચાઓએ હવે જોર પકડ્યું છે, જેને કેટલાક પ્રાથમિક શિક્ષકો ચલાવી રહ્યા છે. બીઝેડ કંપનીમાં પણ મોટા ભાગે શિક્ષકો તેમજ સરકારી કર્મચારીઓએ પૈસા રોક્યા હોવાની ચર્ચાઓ ચાલી હતી. હવે તો એવી વિગતો, ધીરે ધીરે બહાર આવી રહી છે કે, એક એવી પોંઝી સ્કીમ કેટલાક શિક્ષકો ચલાવી રહ્યા છે. જેઓ માસિક 11 ટકા વ્યાજ રોકાણકારોને ચુકવી રહ્યા છે.

જે મુજબ ચર્ચાઓ ચાલી રહી છે, તે મુજબ અને મળતી માહિતી મુજબ અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં ચોમાસાના મકોળાની જેમ એવા પોંઝી ફૂટી નિકળ્યા છે કે, વાત જ જવા દો.. હવે તો કેટલાક પ્રાથમિક શાળાના શિક્ષકો પણ આ સ્કૂલ ચલાવી રહ્યા છે, જેમાં રોકાણકારો સાથે વૈભવી હોટલ માં સેમિનાર યોજે છે, અને ત્યારબાદ દિવાસ્વપ્વનો બતાવી, નાણાંનું રોકાણ કરાવે છે, જેની સામે માસિક 11 ટકા જેટલું વ્યાજ પણ ચુકવતા હોવાની ચર્ચાઓએ વેગ પકડ્યું છે. અરવલ્લી જિલ્લામાં કેટલાક શિક્ષકો દ્વારા ચલાવાતી પોંઝી સ્કીમને લઇને શામળાજી રોડ ઉપર એક હોટેલમાં એક સેમિનાર પણ યોજાયો હોવાની માહિતી સામે આવી છે. કેટલાક શિક્ષકો રોકાણકારોના જે નાણાં આવે છે, તેને સુરતની હંસ જેવી ડોક ધરાવતી કંપનીમાં રોકે છે, જે, 11 ટકા જેટલું વ્યાજ ચુકવે છે. શિક્ષણમાં નિપૂણતા હાંસિલ કરનાર શિક્ષિકાનો મોટો રોલ હોવાની પણ ચર્ચાઓ ચાલતા અનેક સવાલો ઉઠી રહ્યા છે.

માસિક 11 ટકા જેટલું વ્યાજ આપતા હોય તો, ભૂપેન્દ્રસિંહ ઝાલા કરતા, પણ મોટું સ્કેમ કહી શકાય, કારણ કે, બીઝેડ સરેરાશ 4 થી 7 ટકા જેટલું વ્યાજ આપતા હોવાની ચર્ચાઓ ચાલી હતી, જોકે પોલિસ પાસે માહિતી પહોંચતા, જ સીઆઈડીએ કાર્યવાહી કરી છે. બીઝેડમાં મોટા ભાગે શિક્ષકોના પૈસા હોવાની ચર્ચાઓ વચ્ચે હવે, એવી ચર્ચાઓ શરૂ થઈ છે કે, હવે કેટલાક પ્રાથમિક શિક્ષકોએ પણ પોંઝી સ્કીમ ચાલુ કરી દીધી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!