37 C
Gujarat
Tuesday, July 14, 2026
Home ક્રાઇમ અરવલ્લી: તબીબને શેર માર્કેટની ખોટી એપ્લિકેશન ડાઉનલોડ કરાવી લાખો ખંખેરનાર ઠગ મધ્યપ્રદેશથી...

અરવલ્લી: તબીબને શેર માર્કેટની ખોટી એપ્લિકેશન ડાઉનલોડ કરાવી લાખો ખંખેરનાર ઠગ મધ્યપ્રદેશથી ઝડપાયો

0
136

મોડાસાના તબીબ સાથે ફ્રોડ કરનાર અને શેર માર્કેટમાં રોકાણ કરાવી ઉંચા વ્યાજ સાથે નફો આપવાની લાલચ આપનાર પોલિસ સકંજામાં આવ્યો

ગુજરાત સહિત વિવિધ જિલ્લામાં હાલ સાયબર ક્રાઈમની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે, જોકે સમજદારી અને સતર્કતા જ કોઈપણ વ્યક્તિને સાયબર ક્રાઈમનો ભોગ બનતા બચાવી શકે છે. સાયબર ક્રાઈમના કિસ્સાઓમાં જો ત્વરિત પોલિસ ફરિયાદ કરવામાં આવે તો પોલિસ આરોપીઓ સુધી પહોંચી શકતી હોય છે. આવી જ એક ઘટનામાં પોલિસે સાયબર ફ્રોડ કરનાર ગઠિયાને ઝડપી પાડ્યો છે.

અરવલ્લી જિલ્લામાં શેર માર્કેટમાં રોકાણ કરાવી ઉંચા વ્યાજ સાથે નફો આપવાની લાલચ આપી ફરીયાદીને વિશ્વાસમાં લાખો રૂપિયા પડાવ્યા હતા. ગઠિયાએ ફરિયાદીને શેર માર્કેટની ખોટી એપ્લીકેશનમાં 8,80,023 (આઠ લાખ એસી હજાર ત્રેવીસ રૂપિયા) નો સાઇબર ફ્રોડ કરનાર ગેંગના સાગરિતને મધ્યપ્રદેશથી સાયબર ક્રાઇમ એ ઝડપી પાડયો.

અરવલ્લી જિલ્લા પોલિસ અધિક્ષક શૈફાલી બારવાલ ની સૂચનાથી સાયબર ક્રાઈમ ડિટેક્શન માટે પોલિસ સક્રિય હતી. જે અનુસંધાને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન પાર્ટ-એ-ગુ.૨.નં.૧૧૧ ૮૮૦૧૪૨૪૦૦૦૩/૨૦૨૪ આઇ.પી.સી. ૧૮૬૦ ની કલમ ૪૦૬,૪૨૦ તથા ઇન્ફર્મેશન ટેકનોલોજી એમેન્ડમેન્ટ એક્ટ સને ૨૦૦૮ ની કલમ-૬૬(ડી) મુજબ ગુન્હાના કામના ફરીયાદી વિજયકુમાર રમણભાઇ પટેલ ઉ.વ.42 ધંધો.ડોકટર રહે.ડી-૧૧.આનંદપુરા કંપા તા.મોડાસા જી.અરવલ્લી કે, જેમને શેર માર્કેટમાં રોકાણ કરાવી ઉંચા વ્યાજ સાથે નફો આપવાની લાલચ આપી ગઠિયાએ વિશ્વાસમાં લીધા હતા. ઠગ ગેંગના સાગરિતોએ શેર માર્કેટની ખોટી એપ્લિકેશન ડાઉનલોડ કરાવીરૂ.8,80,023/- નું રોકાણ કરાવી સાઇબર ફોડ કર્યો હતો. સમગ્ર મામલે પોલિસે તપાસ કરતા, આરોપી સત્યનારાયણદાસ લક્ષ્મણદાસ બૈરાગી રહે. દલોદા રેલ તા. દલોદા જી. મંદસૌર રાજ્ય. મધ્યપ્રદેશ થી આરોપીને પકડી પાડ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!