28 C
Ahmedabad
Tuesday, January 21, 2025

પોંજી સ્કીમ : CEO બની બેઠેલા મહાઠગોએ રાજકીય અગ્રણીઓ અને ભ્રષ્ટાચારી અધિકારીઓને લાખ્ખો કરોડો રૂપિયાનો બુચ માર્યાની ચર્ચા


બે નંબરી કાળું નાણું હોવાથી પોન્જી સ્કીમોમાં રોકાણ કરનાર રાજકીય નેતાઓ અને ભ્રષ્ટ અધિકારીઓ,કર્મચારીઓએ ચુપકીદી સેવી લીધી
CID ગાંધીનગરને અનેક બે નંબરી રોકાણકારોના નામ હાથ લાગ્યા હોવાની માહિતી સૂત્રો પાસેથી પ્રાપ્ત
પોન્જી સ્કીમોમાં રોકાણકારણાર અનેક રાજકીય અગ્રણીઓની ગાંધીનગર સુધી દોડાદોડ
પોન્જી સ્કીમ ચાલવાર બની બેઠેલા CEO, મંત્રીઓ અને MLA સાથે ફોટા પાડી રોલો પાડતા હતા

Advertisement

BZ ફાઇનાન્સ, R.K. એન્ટરપ્રાઇઝ,હરસિદ્ધિ ફાઇનાશિયલ સર્વિસિસના નામે રોકાણકારોને લલચાવી તેમની સાથે થયેલી કરોડો રૂપિયાની છેતરપિંડી મામલે તપાસ કરી રહેલી સીઆઇડી ક્રાઇમને ટીમને અનેક મહત્વના પુરાવા મળ્યા છે. જેમાં માસ્ટર માઇન્ડ ભુપેન્દ્રસિંહ ઝાલાએ રાજકીય પોતાની રાજકીય ઇમેજને મજબુત કરીને રોકાણકારોમાં વાતો ફેલાવી હતી કે તેની કંપનીમાં રાજકીય વ્યક્તિઓ દ્વારા કરોડો રૂપિયાનું રોકાણ કરવામાં આવી રહ્યું છે. જેથી રાજકીય વ્યક્તિ સાથે સંકળાયેલા સામાન્ય લોકોએ તેમની બચતના નાણાં બીઝેડ ફાઇનાન્સમાં રોકી દીધા હતા.BZ ફાઇનાશિયલની માફક R.K. એન્ટરપ્રાઇઝ હરપાલસિંહ ઝાલા,હરસિદ્ધિ ફાઇનાશિયલના અજયસિંહ પરમાર અને ડિરેક્ટર ધનુષ રાજકીય અગ્રણીઓ અને સંતો-મહંતોના ફોટોનો ઉપયોગ કરી તેમના અનુયાયીઓને રૂપિયા રોકાણ કરવા લલચાવી કરોડો રૂપિયાનો બુચ મારી લીધો છે

Advertisement

અરવલ્લી-સાબરકાંઠા જીલ્લામાં ઠેર ઠેર ધમધમતી BZ ફાઇનાન્સ, R.K. એન્ટરપ્રાઇઝ,હરસિદ્ધિ ફાઇનાશિયલની અત્યાધુનિક ઓફિસને તાળાં લાગી ગયા છે પોન્જી સ્કીમોના એજન્ટો ભૂગર્ભ ઉતરી ગયા છે હાલ તો રોકાણકારોને અંદરખાને તમારા રૂપિયા પરત મળી જશેની બાહેંધરી અને હૈયાધારણા આપી રહ્યા છે નાના રોકાણકારો પૈસા પરત મળી જશેની મૃગજળ જેવી આશા રાખી રહ્યા છે જીલ્લામાં 10 થી વધુ પોન્જી સ્કીમોમાં બંને જીલ્લાના કરોડો રૂપિયા ડૂબી ગયા હોવાનું અનેક આર્થિક ક્ષેત્રો સંકળાયેલ નિષ્ણાતો માની રહ્યા છે

Advertisement

ઉત્તર ગુજરાતમાં બીઝેડ ફાઇનાન્સ
, R.K. એન્ટરપ્રાઇઝ,હરસિદ્ધિ ફાઇનાશિયલ સર્વિસ નામની કંપનીઓ ખોલીને માસ્ટર માઇન્ડ ભુપેન્દ્રસિંહ ઝાલા,હરપાલસિંહ ઝાલા અને અજયસિંહ પરમાર કંનપીમાં રોકાણ પર ત્રણ વર્ષમાં બમણા અને પ્રતિમાસ ૩ ટકા સુધીનુ વ્યાજ આપવાની લાલચ આપીને છ હજાર કરોડ રૂપિયાનું સૌથી મોટુ કૌભાંડ આચરીને અનેક લોકોની બચતના નાણાં પડાવી લીધા છે

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

વૉટ્સ એપ ચેનલમાં જોડાવા ક્લિક કરો
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!