અરવલ્લી જિલ્લામાં દોરી ભરાઈ જવાથી બાઈક ચાલકનું મોત થયું છે, જેના કમકમાટી ભર્યા દ્રશ્યો સામે આવ્યા છે. બાઈક ચાલક મોડાસા-શામળાજી હાઈવે પરથી પસાર થઈ રહ્યો હોય છે, તે સમય દરમિયાન સમગ્ર ઘટના ઘટી હતી, જેના સીસીટીવી ફુટેજ સામે આવ્યા છે. મોડાસા શામળાજી હાઈવે પર, જીવણપુર નજીક, બાઈક ચાલક પતંગની દોરીથી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો અને ત્યારબાદ મોત નિપજ્યું હતું. સમગ્ર ઘટનાનના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. શામળાજી તરફથી મોડાસા જઈ રહેલા બાઈક ચાલકના ગળાના ભાગે, અચાનક દોરી ફસાઈ જાય છે. ફસાયેલી દોરી બાઈક ચાલક કાઢવાનો પ્રયાસ કરે છે, જોકે દોરી એટલી હદે ફસાઈ ગઈ હતી, કે, ચાલક કંઈ સમજે, તે પહેલા જ બાઈક સાથે ઢળી પડે છે. થોડીકવાર તો કોઈને ખ્યાલ જ આવતો નથી, ત્યારબાદ લોકો દોડી આવે છે. તાત્કાલિક એમ્યુલન્સ તેમજ પોલિસને જાણ કરવામાં આવે છે, જોકે કમનસીબે, ચાલકનું મોત નિપજે છે.
ઉત્તરાયણના બીજા દિવસે યુવક ટીંટોઇ પાસે ફુટા ગામે ભણીયા ને મૂકી મામા પરત ફરી રહ્યા હતા.., તે સમય દરમિયાન, મોડાસા નજીક ઝાલાના મુવાડા ગામના હિતેશભાઈ કાનજી ભાઈ પગી ને ગળાના ભાગે દોરી ફસાઈ જાય છે,,, પહેલા તો ખ્યાલ જ આવનો નથી,, અને ત્યારબાદ અચાનક, તેઓ બાઈક સાથે પડી જાય છે,, દોરી એટલી ગંભીર રીતે, વિંટળાઈ હતી, કે, ચાલકનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું.. સમગ્ર ઘટનાને પગલ પંથકમાં શોકની લાગણી પ્રસરી હતી, ઘટનાની જાણ ટીંટોઇ પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.