ઉત્તરાયણ પુરી થતાં, પતંગ-દોરી એકઠી કરવાની કામગીરી શરૂ થઈ છે, જેથી કેટલાય પશુ-પક્ષીઓના જીવ બચી શકે… અરવલ્લી જિલ્લામાં પણ દોરી થી કપાઈ જવાની ઘટનાઓ વચ્ચે, બાયડના ધારાસભ્યએ સમર્થકો તેમજ સ્થાનિક લોકો સાથે દોરી એકઠી કરી, નાશ કર્યો હતો.
હાલ બાયડના ધારાસભ્ય, તાલુકાના અલગ અલગ વિસ્તારોમાં ફરી રહ્યા છે,,, અને ઉત્તરાયણ પર્વ પછી, પતંગ-દોરી એકઠી કરતા નજરે પડી રહ્યા છે… બાયડ નગરના રસ્તાઓ, થાંભલાઓ અને જુદી જુદી જગ્યાએ લટકતી અને પડી રહેલી પતંગ દોરીઓના કારણે પશુઓ અને પક્ષીઓના જીવનને ગંભીર જોખમ ઉભું થતું હોય છે. આ સંજોગોમાં બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ એક અનોખી પહેલ કરી છે. ધવનસિંહ ઝાલાએ નગરના જુદા જુદા વિસ્તારોમાં પહોંચીને, પતંગની દોરી એકઠી કરી, તેને નાશ કર્યો હતો.
તેમણે જણાવ્યું કે, “ઉતરાયણના પર્વે આપણે મજા માણીએ છીએ, પરંતુ તેનાથી પેદા થતા કચરાનું નિયંત્રણ કરવું તે, આપણી જવાબદારી છે. દોરીના કારણે પશુ-પક્ષીઓને નુકસાન ન થાય, તે માટે દરેક નાગરિકે પોતાનું યોગદાન આપવું જોઈએ.”