અરવલ્લી જિલ્લામાં ખેલ મહાકુંભ અંતર્ગત કરાટે સ્પર્ધા યોજાઈ. મોડાસા કોલેજ કેમ્પસના હોલ ખાતે જિલ્લા કક્ષાની કરાટે સ્પર્ધાને, ડે.કલેક્ટર દેવેન્દ્રકુમાર મીણાએ પ્રારંભ કરાવ્યો હતો. જિલ્લાના વિવિધ તાલુકામાંથી કરાટેના ખેલાડીઓ આવી પહોંચ્યા હતા, જેમનો જુસ્સો વધારવા, ડે.કલેક્ટરે રમતનું મહત્વ સમાજાવ્યું હતું. તેમણે ઉમેર્યું કે, 2036માં યોજાનારી ઓલિમ્પિકમાં ગુજરાતમાંથી મોટી સંખ્યામાં ખેલાડીઓ ભાગ લે, તેમાં પણ અરવલ્લી જિલ્લાના ખેલાડીઓ વધુમાં વધુ પહોંચે. આ સાથે જ તેમણે જણાવ્યું કે, આઆઈટીમાં અભ્યાસ દરમિયાણ પણ તેમણે સ્વીમિંગ, ક્રિકેટ જેવી રમતોમાં જોડાયા હતા. તેમણે જણાવ્યું કે, આજકાલ બાળકો મોબાઈલનો વધુ પડતો ઉપયોગ કરતા હોય છે, તેના કરતા બાળકો ઈનડોર કે આઉટડોર રમતોમાં જોડાય, તો, તેમનું સ્વાસ્થ્ય સારૂ રહે અને રમત ક્ષેત્રે આગળ વધી શકે.
અરવલ્લી જિલ્લા રમત-ગમત વિભાગ દ્વારા આ વર્ષે જિલ્લાના વિવિધ વિસ્તારોમાં કબડ્ડી, ખો-ખો, એથ્લેટિક, વોલિબોલ, લાંબી કૂદ, હોકી, ચેસ સહિતની વિવિધ રમતોનું આયોજન કરવામાં આવતા, મોટી સંખ્યામાં ખેલાડીઓ ઉત્સાહભેર જોડાયા હતા. અરવલ્લી જિલ્લા રમત-ગમત અધિકારીએ જણાવ્યું કે, કરાટે સ્પર્ધામાં વિજેતા થયેલા ખેલાડીઓની રાજ્ય કક્ષા માટે પસંદગી થશે.
દરવર્ષ કરતા, આ વર્ષે, ખેલમહાકુંભમાં ખેલાડીઓ વધુમાં વધુ જોડાય, તેવા પ્રયાસો કરવામાં આવ્યા હતા,, જેથી મોટી સંખ્યામાં ખેલાડીઓએ ખેલમહાકુંભમાં નોંધણી કરાવી હતી. અરવલ્લી જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારિક, જિલ્લા વિકાસ અધિકારી દીપેશ કેડિયા સહિતના અધિકારી, પણ ખેલમહાકુંભની વિવિધ રમતોમાં જોડાયા હતા, જેને લઇને રતમવીરોનો આ વર્ષે ઉત્સાહ વધારે જોવા મળ્યો હતો. મોડાસા કોલેજ કેમ્પસ હોલ ખાતે કરાટે એસોસિએશનના પ્રમુખ જુજારસિંહ વાધેલા તેમજ કોચ ઉપસ્થિત રહ્યા હતા.