અરવલ્લી જિલ્લામાં છાશવારે અકસ્માતની ઘટનાઓ વચ્ચે, વધુ એક અકસ્માત સર્જાયો હતો. મોડાસા-ગોધરા હાઈવે પર ઉભી રહેલી ટ્રકને પાછળથી અન્ય ટ્રકે ટક્કર મારતા એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો હતો. મોડાસા નજીક સાકરિયા પાસે બે ટ્રક વચ્ચે અકસ્માતની ઘટના સર્જાઈ હતી.
પ્રાપ્ત માહિતી મુજબ સાકરિયા નજીક આવેલા પેટ્રોલ પંપ સામે એક ટ્રક પંચર પડી હતી. ટ્રક પંચર પડતા, ટ્રક ઊભી હતી, આ વચ્ચે પાછળથી આવી રહેલી બીજી ટ્રકે ટક્કર મારતા, ટ્રક ડિવાઈડર પર ચઢી ગઈ હતી. અકસ્માતમાં એક ચાલકને ઈજાઓ પહોંચી હતી. બે ટ્રક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બંન્ને ટ્રકને ભારે નુકસાન પહોંચ્યું હતું,,, આ અકસ્માતમાં સદભાગ્યે મોટી દુર્ઘટના ટળી હતી.