30 C
Ahmedabad
Sunday, February 16, 2025

Mahakumbh 2025: મહાકુંભ મેળામાં દુર્ઘટના, શાસ્ત્રી બ્રિજના સેક્ટર 19ના કેમ્પમાં લાગી આગ, ફાયર વિભાગ દોડ્યું


ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે હાલમાં મહાકુંભ મેળામાં શ્રદ્ધાળુઓનું ઘોડાપુર ઉમટ્યું છે. આ મેળામાં દેશ-વિદેશથી લોકો પહોંચી રહ્યા છે. એવામાં મહાકુંભના સેક્ટર 19 નગરમાં ટેન્ટમાં ભીષણ આગની ઘટના બની હતી. આગની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાનું કામ શરૂ કરી દીધું હતું. ફાયર વિભાગની શાનદાર કામગીરીને લઈને ટૂંક જ સમયમાં આગ પર કાબૂ મેળવી લેવાયો છે.

Advertisement

મળતી માહિતી મુજબ, મહાકુંભમાં સેક્ટર 19માં ભીષણ આગની ઘટનાથી 20 થી 25 ટેન્ટ બળી ગયા છે. ટેન્ટમાં મૂકવામાં આવેલાં સિલેન્ડર સતત બ્લાસ્ટ થઈ રહ્યા હતાં. જેના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતુંં. આ આગ અખાડાથી આગળ રસ્તા પર લોખંડના બ્રિજ નીચે લાગી હતી. હાલ, ફાયર વિભાગ આગ પર દ્વારા આગ પર કાબૂ મેળવી લેવાયો છે.નોંધનીય છે કે, હવા તેજ હોવાના કારણે આગ વધુ ફેલાય તેવું જોખમ હતું. જોકે, હજુ સુધી કોઈ જાનહાનિની ઘટના સામે નથી આવી.

Advertisement

મહાકુંભમાં લાગેલી આગ વધવાના કારણે આસપાસના વિસ્તારમાં આકાશ ધુમાડાથી કાળું થઈ ગયું છે. આ સાથે જ ફાયર વિભાગની ટીમે આસપાસના વિસ્તારને ખાલી કરાવી દીધો હતો

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

વૉટ્સ એપ ચેનલમાં જોડાવા ક્લિક કરો
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!