એરોસ્પેસ એન્જિનિયરમાંથી સાધુ બનેલા અભય સિંહ, કુંભમેળામાં આઈઆઈટી બાબાના નામથી પ્રચલિત થયા છે. તેમને શનિવારે મોડી રાત્રે જૂના અખાડામાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. તેમના ગુરુ મહંત સોમેશ્વર પુરી વિરૂદ્ધ અપમાનજનક ભાષાના પ્રયોગ બાદ નિર્ણય લેવામાં આવ્યો હતો.
અખાડાના પદાધિકારીઓએ આઈઆઈટી મુંબઈના ભૂતપૂર્વ વિદ્યાર્થીને અખાડા કેમ્પ અને પરિસરમાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂક્તો આદેશ જારી કર્યો છે. અખાડાએ જણાવ્યું કે, પોતાના ગુરુ પ્રત્યે માન અને આદર સંન્યાસનો પાયો છે. તે દરેક સંન્યાસી માટે જરૂરી છે. આઈઆઈટી બાબાને ગુરુ સાથે બોલાચાલી થઈ હોવાની ઘટના સામે આવી હતી.
એન્જિનિયરમાંથી સંન્સાયી બનેલા અભય સિંહને સોશિયલ મીડિયામાં સારો પ્રતિસાદ મળ્યો હતો. વિજ્ઞાનને રોજબરોજના જીવન સાથે જોડનારી તેમની વાતો વાયરલ થઈ હતી. આ ઘટના બાદ તેમણે કુંભમેળો છોડવાની વાત પાયા વિનાની ગણાવીને કહ્યું કે, તેને કેમ્પમાંથી હાંકી કાઢવામાં આવ્યો હતો. ત્યારબાદ, તેણે બીજા સાધુની છાવણીમાં આશરો લીધો હતો.
આ પહેલા જૂના અખાડાએ જાન્યુઆરી ૧૧ના રોજ આગ્રાની ૧૩ વર્ષની રાખી સિંહ અને તેના ગુરુ મહંત કૌશલ ગીરીને અખાડામાંથી બહાર કરીને મહિલાઓ માટે સંન્યાસ લેવાની ઉંમર ૨૨ વર્ષ કરવાનો નિર્ણય લીધો હતો.