સોડા પીવા જાઓ તો થઈ જજો સાવધાન. ખુલ્લી સોડા તો ઠીક હવે સીલ પેક બોટલનો પણ ભરોસો નથી, કારણ કે, હવે તો સીલ પેક બોટલમાંથી પણ જીવાત નિકળવાનો સિલસિલો શરૂ થઈ ગયો છે…. અરવલ્લી જિલ્લામાં આવો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક ગ્રાહક દુકાનમાં સોડા ખરીદવા માટે ગયા હતા,, સોડા ખરીદી કર્યા પછી, પીવા માટે બોટલ ખોલવા ગયા, ત્યાં ગ્રાહકની નજર પડી તો ગ્રાહક ચોંકી ગયા,, તેમાં કાળા રંગનું કંઈક દેખાતું હતું,, ધ્યાનથી જોતા જીવાત જેવું લાગ્યું,,, તુરંત જ ગ્રાહકે કંપનીના કસ્ટમર કેર પર સંપર્ક કર્યો,, જોકે યોગ્ય જવાબ નહીં મળતા, હવે સોડાની ગુણવત્તા પર સવાલો ઉઠી રહ્યા છે.
અરવલ્લી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં સોડાના ધંધાઓ વધી ગયા છે જોકે આ સોડા લોકોને પીવડાવાય છે તે આરોગ્ય માટે કેટલી યોગ્ય છે, તેનો જવા અરવલ્લી જિલ્લા આરોગ્ય વિભાગે આપવો જોઈએ. આ સાથે જ સોડા સ્વરૂપે અલગ-અલગ ફ્લેવરનો ઉપયોગ થાય છે, જેમાં મોટી માત્રામાં એસેન્સ જોવા તત્વો હોય છે, જે આરોગ્ય માટે ખૂબ જ હાનિકારક ગણાય છે. અરવલ્લી જિલ્લાનું ફૂડ એન્ડ ડ્રગ, પુરવઠા વિભાગ, આરોગ્ય વિભાગ તેમજ નગર પાલિકા તંત્ર ક્યાં સુધી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થતાં જોશે, તે સવાલ છે.
રાજ્યમાં ખાદ્યચીજવસ્તુઓમાંથી કંઈકને કંઈક જીવાત નિકળવી હવે સામાન્ય બાબત બની ગઈ હોય તેવું લાગે છે… અરવલ્લી જિલ્લામાં આવી ઘટના સામે આવી છે, જોકે ફૂડ એન્ડ ડ્રગ વિભાગે શું કાર્યવાહી કરી, તે એક સવાલ છે.. દિવાળી માત્ર ખાનાપુર્તી કાર્યવાહી કરવા દોડતું ફૂડ એન્ડ ડ્રગ અને અરવલ્લી જિલ્લા પુરવઠા વિભાગ આવી ઘટનાઓ પછી પણ કેમ નથી, જાગતું તે મોટો સવાલ છે..