32.7 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત અરવલ્લી: મેઘરજના ઈસરી પોલિસ મથકે પોલિસ વડા શૈફાલી બારવાલની અધ્યક્ષતામાં લોક દરબાર...

અરવલ્લી: મેઘરજના ઈસરી પોલિસ મથકે પોલિસ વડા શૈફાલી બારવાલની અધ્યક્ષતામાં લોક દરબાર યોજાયો

0
80

અરવલ્લી જિલ્લા પોલિસ દ્વારા લોકોની સમસ્યાઓ જાણવા સતત લોક દરબાર યોજવામાં આવી રહ્યો છે. ગ્રામીણ વિસ્તારોમાં લોકોને પોલિસને લગતી કોઈ સમસ્યા, હેરાનગતિ તેમજ અન્ય કોઈપણ પ્રકારની સમસ્યાનો તાગ મેળવવા માટે અરવલ્લી જિલ્લા પોલિસ દ્વારા લોક દરબાર યોજવામાં આવ્યો હતો. ઈસરી પોલિસ મથકે લોક દરબારમાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા.

મેઘરજ તાલુકાના ઈસરી પોલીસ સ્ટેશન ખાતે સ્થાનિક લોકો સાથે ‘લોક દરબાર’ યોજાયો હતો. પોલીસ વડા શૈફાલી બરવાલે લોકો સાથે સંવાદ કરી લોકો સાથે તેમના વિસ્તારના લગતા પ્રશ્નો અંગે ચર્ચા કરી હતી. લોક દરબારમાં પહોંચેલા સ્થાનિક લોકોએ તેમની વિવિધ સમસ્યાઓ પોલિસ વડા સમક્ષ મુકી હતી. આ સાથે જ પોલિસ વડાએ સ્થાનિક લોકોના પ્રશ્નોનું નિરાકરણ થાય અને પોલિસ તરફથી આશ્વાસન પણ આપવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!