31 C
Ahmedabad
Sunday, June 21, 2026
[uam_ad id="382"]
[uam_ad id="382"]

ગોધરા : DGP સહાયે કહ્યું ગુજરાત શાંતિપ્રિય લોકોનું રાજ્ય છે,સુરક્ષા અને સલામતી જોખમાય તે નહી ચલાવી લેવાય


ગોધરા

પંચમહાલ જીલ્લાના વડા મથક ગોધરા ખાતે રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં ક્રાઈમ કોન્ફરન્સ યોજાઈ હતી. રાજ્યના રેન્જ આઈજી અધિકારીઓ, પોલીસ કમિશ્વનરો,સહિત ઉચ્ચા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગોધરા ખાતે તેમનુ ગાર્ડ ઓફ ઓનર સાથે સ્વાગત કરવામા આવ્યુ હતુ. ગોધરા સિવિલ લાઈન્સ રોજ પર આવેલી જીલ્લા પોલીસ વડાની કચેરી ખાતેના હોલમાં કોન્ફરન્સ યોજાઈ હતી.

રાજ્યની કાયદો અને વ્યવસ્થાની સ્થિતી તેમજ ક્રાઈમનો રેટ ઘટે તેમજ આગળના સમયમા ગુજરાત પોલીસનો રેડ મેપ શું હોઈ શકે તે અંગે ચર્ચા વિચારણા કરવામા આવી હતી. બપોર બાદ ડીજીપી વિકાસ સહાયે એક પત્રકાર પરિષદનો સંબોધી હતી જેમા તેમને રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જળવાય માટે પગલા લેવામા આવશે તેમ જણાવ્યુ હતુ. અને શાંતિ અને સલામતી ભંગ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામા આવશે.

પંચમહાલ જિલ્લાના વડા મથક ગોધરા ખાતે ગુજરાત રાજ્યના પોલીસમાં વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં ક્રાઈમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતુ.જેમાં આઇજી કક્ષાના અધિકારીઓ,પોલીસ કમિશનરો, ગાંધીનગર પોલીસ વડી પોલીસ કચેરીના પોલીસ અધિકારીઓ અને જિલ્લાના પોલીસ વડાઓ હાજર રહ્યા હતા. પોલીસ અધિકારીઓ સાથે ક્રાઇમ કોન્ફરન્સ પૂરી કર્યા બાદ પત્રકારો સાથે વાતચીત કરી હતી તમણે જણાવ્યુ હતુ કે ગુજરાત પોલીસની કામગીરીની સમીક્ષા કરવા માટે આ ક્રાઈમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં પાછલા એક મહિનાની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં તેરા તુજકો અર્પણ ત્રણ વાત તમારી ત્રણ વાત અમારી તેમજ જિલ્લા પોલીસ વડાઓ દ્વારા સ્થાનિક પ્રશ્નોનું નિરાકરણ સહિતની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.

ક્રાઈમમાં આંકડો ઘટાડવા માટે કઈ રીતે વ્યવસ્થા કરવામાં આવે તે ચર્ચા કરવામાં આવી હતી. તેમને વધુમાં જણાવ્યું હતું કે પોલીસ દ્વારા વિવિધ ગુનાના આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે.જેમાં નાસતા ફરતા આરોપીઓ સાઈબર ગુનાના આરોપીઓ વ્યાજખોરો સામે કાર્યવાહી કરવામાં આવી છે. ગુજરાત પોલીસની રોડ મેપ શું હોઈ શકે અને તે કઈ દિશામાં કાર્યવાહી કરી શકે તે દિશામાં પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતીતેમને વધુમાં જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યમાં ગુજરાત પોલીસની પરિણામ લક્ષી કામગીરી રહી છે. પોલીસ સ્ટેશન અને સૂચના આપવામાં આવી છે જેમાં અસામાજિક તત્વોની યાદી સામે સ્ટેટજી બનાવીને કામગીરી હાથ ધરવામાં આવી છે. અને તમામ સો કલાકની અંદર આરોપીઓ સામે કાર્યવાહી કરવા સૂચના પણ કરવામાં આવી છે.

આંકડાકીય માહિતી આપતા જણાવ્યું હતું કે પાછલા 100 કલાકમાં 8,374 અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવામાં આવી છે જેમાં 3240 પ્રોહિબિશનના 722 ગેમ્બલિંગના 2,739, મારામારીના 1755, મિલકત રૂપ ગુનેગારો, 68 માયનિંગના ગુનેગારો ની યાદી તૈયાર કરવામાં આવી છે. અને તેમની સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી છે. અને સરકારી જમીન પણ પચાવી પાડનારા સામે કાર્યવાહી કરવામાં આવી છે.ગુજરાત શાંતિ પ્રિય લોકોનું રાજ્ય છે તેમની સુરક્ષાની સલામતી જોખમાઈ તે ચલાવી લેવાશે નહીં. અને ગુજરાત પોલીસ પગલા લેવા તેની માટે તૈયાર છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

વૉટ્સ એપ ચેનલમાં જોડાવા ક્લિક કરો[uam_ad id="33645"]
- Advertisement -[uam_ad id="441"]
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!