32.7 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines અરવલ્લી: ઝમઝમ સોસાયટી નજીક મોડાસા પોલિસે Live કર્યું તો ગયું ક્યાં ?...

અરવલ્લી: ઝમઝમ સોસાયટી નજીક મોડાસા પોલિસે Live કર્યું તો ગયું ક્યાં ? દારૂ આવ્યો ક્યાંથી ? કોણ કોને છાવરે છે ?

0
149

મોડાસાની ઝમઝમ સોસાયટી નજીક દારૂ પકડવા અંગે ટાઉન પોલિસની કામગીરી શંકાના દાયરામાં
બાતમીદારે એ વિગતો કેમ નથી આપી કે દારૂ કોણ લાવ્યું ?
ટાઉન પોલિસે લાઈવ કર્યું તો ગયું ક્યાં ?
ટાઉન પોલિસે મીડિયાને પ્રેસ નોટ પણ ન આપી
ટાઉન પોલિસે જે દારૂ પકડ્યો છે, તેના નંબર અને બેચ નંબરની તપાસ કરવી જોઈએ
ખરેખર દારૂ રાજસ્થાનથી આવ્યો કે પછી અન્ય જગ્યાએથી તે સવાલ
મોડાસા ટાઉન પોલિસ અને ડી સ્ટાફ સહિત સ્થાનિક બિટ શંકાના દાયરામાં

અરવલ્લી જિલ્લામાં પોલિસ સતત દારૂને કારણે બદનામ થઈ રહી છે, કેટલીયવાર પોલિસ દારૂમાં સંડોવાતી હોય છે. મોડાસા ટાઉન પોલિસની બહાદુર ટીમે મોડાસાના ડુઘરવાડા રોડ પર ઝમઝમ સોસાયટ નજીક ખુલ્લી જગ્યામાં પોલિસે વિદેશી દારૂનો જથ્થો પકડ્યો હતો. 21 માર્ચના રોજ રાત્રીના અરસામાં પોલિસને કોઈએ બાતમી આપી પણ એ ન કીધું કે કોણ દારૂ મુકી ગયું. બસ પોલિસ પહોંચી અને દારૂ પકડી પાડ્યો છે. હવે દારૂનું શું થયું કેમ કોઈ વિગતો પોલિસે મીડિયાને ન આપી તે સવાલ છે. સ્થળ પર ટાઉન પોલિસ બણગા ફૂંકતી હતી કે, આતો લાઈવ ચાલે છે, વિગતો મળી જશે, પણ 23 માર્ચ થવા સુધી પોલિસે કોઈ વિગતો નહીં આપતા, હવે ટાઉન પોલિસ અને ડી સ્ટાફની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે.

પોલિસ ઝમઝમ સોસાયટી નજીક દારૂ હોવાની માહિતીના આધારે પહોંચી હતી, જ્યાં જગજાહેર ચર્ચાઓ ચાલતી હતી કે, દારૂ કોનો છે પણ પોલિસે હવે દારૂને બિનવારસી બતાવી દેતા, પોલિસની કામગીરી પર શંકા ઉદભવે છે. એટલું જ નહીં સ્થાનિક બીટ તેમજ ડી સ્ટાફ પણ હવે શંકાના દાયરામાં આવી ગયું છે. સામાન્ય રીતે બાતમીદાર દારૂ કોણ ભરે છે, ક્યાંથી લાવે છે, તે તમામ વિગતો આપતો હોય છે, પણ આ બાતમીદાર ગજબનો નિકળ્યો કે, પોલિસને દારૂ કોણ લાવ્યું અને ક્યાંથી લાવ્યો તે, વિગતો ન આપી. પોલિસ બેડામાં એવી પણ ચર્ચાઓ ચાલી છે કે, મોડાસા ટાઉન પોલિસ બધુ જાણે છે પણ કોઈ કારણોસર કાર્યવાહી કરવામાં ખચકાય છે અથવા તો દારૂ લાવનારથી ડરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!