32.7 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines પંચમહાલ: શહેરાના નાડા ગામે SOG પોલીસે નશાની ખેતીનો પર્દાફાશ કર્યો,21 ગાંજાના છોડ...

પંચમહાલ: શહેરાના નાડા ગામે SOG પોલીસે નશાની ખેતીનો પર્દાફાશ કર્યો,21 ગાંજાના છોડ સાથે ખેડૂતને દબોચ્યો

0
81

 

શહેરા

પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના નાડા ગામે લુહાર ફળિયામાં એસઓજી પોલીસ દ્વારા એક ખેડુતના ખેતરમાં રેડ કરવામા આવી હતી. પોલીસે ખેતરમાંથી 21 જેટલા લીલા ગાંજાના છોડ જપ્ત કર્યા હતા. આ મામલે પોલીસે 26,100 હજાર નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે આરોપીની સામે ગુનો નોધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામા આવી હતી.

મળતી માહિતી અનુસાર શહેરા તાલુકા નાડા ગામે લુહાર ફળિયામાં રહેતા મંગળસિંહ પટેલ પોતાના ભોગવટા ખેતરમા ગાંજાના છોડ ઉગાડયા હોવાની બાતમી જીલ્લા એસઓજી પોલીસની ટીમને મળી હતી.ઘરમાં સુકો ગાંજો રાખીને તેનુ વેચાણ પણ કરે છે.પંચમહાલ એસઓજીની ટીમના પીઆઈ ડી.જી.વહોનીયા સહિતની પોલીસ ટીમે રેડ કરતા ખેતરમાં લીલા ગાંજાના છોડ મળી આવ્યા હતા તેમજ ઘરમાં તપાસ કરતા સુકો ગાંજો મળી આવ્યો હતો. એસઓજી પોલીસે એનડીપીડીએસ એકટ મુજબ આરોપી મંગળસિંહની અટકાયત કરી તેના કબજાના ખેતરમાંથી લીલા ગાંજાના છોડ નંગ 21 જેનું વજન 640 ગ્રામ તથા ખેતરમાં બનાવેલ ઘરમાંથી સૂકો ગાંજો જેનું વજન 1.970 કિલોગ્રામ મળી ગાંજા સહિતનો 26,100 રુપિયાનો મુદ્દામાલ જપ્ત કરીને આરોપી સામે શહેરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. નોંધનીય છે કે પંચમહાલ જીલ્લાના ગ્રામીણ વિસ્તારમાં છાસવારે વધુ કમાવાની લાલચમાં કેટલાક ઈસમો ગાંજાની ખેતી કરે છે. પણ પંચમહાલ પોલીસ દ્વારા આવા નશાની પ્રવૃતિઓને નાકામ બનાવી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!