32.8 C
Gujarat
Friday, August 28, 2026
Home ક્રાઇમ અરવલ્લી : LCBએ ભિલોડાના ભાણમેર નજીકથી બે સ્કૂટર માંથી 14 હજારના દારૂ...

અરવલ્લી : LCBએ ભિલોડાના ભાણમેર નજીકથી બે સ્કૂટર માંથી 14 હજારના દારૂ સાથે બે બુટલેગરને દબોચ્યા

0

 

અરવલ્લી જીલ્લા એલસીબી પોલીસે ભિલોડા વિસ્તારના ભાણમેર ગામની સીમમાંથી બે જયુપીટર મોટર સાયકલમાંથી એલસીબી પોલીસે ૧૪ હજારનો વિદેશી દારૂ સાથે બે બુટલેગરોને ઝડપી પાડ્યા હતા.

એલસીબી પીઆઇ એચ.પી.ગરાસિયા અને તમેની ટીમ ભિલોડા વિસ્તારમાં પેટ્રોલિંગ દરમ્યાન બાતમી મળતા ભાણમેર ગામની સીમમાં ઝાંઝરી થી ટોરડા રોડ પર એક એકટીવા ઉપર એક ઈસમ પ્રોહીબિશન મુદ્દામાલ ભરી આવનાર અને તેની આગળ એક જયુપીટર ચાલક પાયલોટિંગ કરી રહ્યો હોવાની માહિતી એલસીબી પોલીસને મળતા પોલીસે કોર્ડન કરી પાયલોટિંગ કરતી જયુપીટર અને બીજી પાછળ આવતી જયુપીટરને પકડી પાડી તલાસી લેતા એક જયુપીટરમાં આગળના ભાગે વાદળી કલરની થેલમાંથી જુદી જુદી બ્રાન્ડની બોટલો ટીન નંગ-૩૦ જેની કુલ કિંમત રૂ.૧૪,૮૦૫/- નો પ્રોહી મુદ્દામાલ તથા બે ટી.વી.એસ.કંપનીના જયુપીટર મોટર સાયકલ કિંમત રૂ.૮૦,૦૦૦/- મળી કુલ કિંમત રૂ.૯૪,૮૦૫ ના મુદ્દામાલ કબ્જે કરી ઝડપાયેલ આરોપીઓ નારણ શંકરભાઇ ખરાડી અને કિરણ બાબુભાઇ ગામેતી બંને રહે.કણબાઈ તા.નયાગાવ જી.ઉદેપુર રાજસ્થાન અને ફરાર આરોપી રાજુ ખરાડી રહે.કણબાઈ તા.નયાગાવ જી.ઉદેપુર રાજસ્થાન ને ઝડપી પાડવા એલસીબી પોલીસે વધુ તપાસ હાથધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!