38 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines હાલોલ : ચૈત્રી નવરાત્રી પર્વનો આજથી પ્રારંભ. શક્તિપીઠ પાવાગઢ ખાતે માઈ ભક્તોનું...

હાલોલ : ચૈત્રી નવરાત્રી પર્વનો આજથી પ્રારંભ. શક્તિપીઠ પાવાગઢ ખાતે માઈ ભક્તોનું ઘોડાપૂર

0
166

હાલોલ

આજથી સમગ્ર દેશમાં ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થયો છે. હિન્દુ ધર્મમાં આ નવરાત્રીનો સવિશેષ મહિમા છે. પંચમહાલ જીલ્લાના હાલોલ તાલુકામા આવેલી પાવાગઢ શક્તિપીઠ ખાતે આજે વહેલી સવારથી જ લાખોની સંખ્યામાં ભાવિકોનું ઘોડાપુર ઉમટ્યુ હતુ.અને મહાકાલી માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. સવારે ચાર વાગે મંદિરનાં કપાટ ખુલતાની સાથે મંદિર પરિસર જય મહાકાલીના નાદથી ગુંજી ઉઠ્યું હતું. ગુજરાત સહિત અન્ય રાજ્યોના ભાવિકો પણ વહેલી સવારથી માતાજીના દર્શન કરવા આવી પહોચ્યા હતા. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પણ પંચમહાલ પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત રાખવામા આવ્યો છે. સાથે સાથે ભાવિકો દર્શન કરી શકે તે માટે એસટી વિભાગ દ્વારા પણ તળેટીથી માંચી સુધી બસો દોડાવાઈ રહી છે. રોપ વે પણ ભાવિકોનો ધસારો જોવા મળ્યો હતો. આગામી નવરાત્રીના નવે નવ દિવસ સુધી ભાવિકોનું ઘોડાપુર જોવા મળશે.

આજથી ચૈત્રી નવરાત્રી પર્વનો શુભારંભ થયો છે. પંચમહાલ જીલ્લાના હાલોલ તાલુકામાં આવેલી પાવાગઢ શક્તિપીઠ ખાતે વહેલી સવારે ચાર વાગે મંદિરના કપાટ ખુલ્યા હતા. ભાવિકોએ મહાકાલી માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. પાવાગઢ ટ્રસ્ટ દ્વારા પણ ભાવિકોને નવરાત્રી પર્વની શુભકામના પાઠવામાં આવી છે. આગામી નવ દિવસ સુધી ગુજરાત સહિત મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર સહિત અન્ય રાજ્યોમાંથી મોટી સંખ્યામા ભાવિકોની ભીડ દર્શનાર્થે ઉમટી પડશે. આજે વહેલી સવારથી ભાવિકોનું ઘોડાપુર જોવા મળ્યુ હતુ. જેમાં ભાવિકો રેવા પથ તેમજ રોપ વે થી મંદિર ખાતે પહોંચ્યા હતા. નવરાત્રી શરુ થતા અહી વર્ષોથી નાની મોટી દુકાનો ધરાવતા વેપારીઓ પણ સારી એવી ઘરાકી થતા ખુશખુશાલ જોવા મળ્યા હતા. માંચી સુધી જવા માટે એસટી વિભાગ દ્વારા પણ ખાસ બસો દોડાવાઈ રહી છે. ખાનગી વાહન પર જવા પર પ્રતિબંધ મુકવામા આવ્યો છે. કાયદો અને વ્યવસ્થા જળવાઈ તે માટે ઉચ્ચકક્ષાના અધિકારીઓ પીઆઈ પીએસઆઈ કોન્સ્ટેબલ હોમગાર્ડ સહિતનો બંદોબસ્ત મુકવામાં આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!