27.4 C
Gujarat
Saturday, August 1, 2026
Home ગુજરાત પંચમહાલ : શહેરા અને મોડાસા શહેરમાં ચેટીચાંદ પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી

પંચમહાલ : શહેરા અને મોડાસા શહેરમાં ચેટીચાંદ પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી

0
167

 

શહેરા

પંચમહાલ જિલ્લામાં ચેટીચંદ પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી .શહેરા સિંધી સમાજના અગ્રણીઓ ભાઈઓ બહેનો ડીજેના તાલે જુમ્યા હતા.મોડાસા શહેરમાં સિંધી સમાજ દ્વારા  ચેટીચાંદની હર્સોલ્લાસ સાથે ભવ્ય ઉજવણી કરી એક બીજાને ચેટીચાંદની શુભકનાઓ પાઠવી હતી ચેટીચાંદ નિમિત્તે મોડાસા શહેર સહિત અરવલ્લી જીલ્લામાં વસવાટ કરતા સિંધી સમાજમાં ભારે ઉત્સાહ પ્રવર્તી રહ્યો હતો

ભગવાન ઝૂલેલાલના જન્મદિવસ એવા ચેટીચાંદ પર્વની સમગ્ર જિલ્લામાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. શહેરા નગરમાં પણ વર્ષોથી સિંધી સમાજ વેપાર ધંધા સાથે જોડાયેલો છે. શહેરા નગરના સિંધી કોલોનીમાં આવેલા ભગવાન ઝુલેલાલના મંદિર ખાતે સિંધી સમાજના દ્વારા વિવિધ કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા. સિંધી ચોકડી ખાતે સૌ કોઈ સિંધી સમાજના ભાઈઓ બહેનો એકત્ર થયા હતા. અને સાથે મળીને એકબીજાને ચેટીચંદ પર્વની શુભકામના પાઠવી હતી સિંધી ગીતો પર ડીજેના તાલે સૌ કોઈ ઝૂમ્યા હતા અને હર્ષ ઉલ્લાસ સાથે ચેટીચંદ પર્વની ઉજવણી કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!