37.3 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત પંચમહાલ: શહેરા તાલુકાના રસ્તા પર મહિલાઓ ઈ-રીક્ષા ચલાવશે

પંચમહાલ: શહેરા તાલુકાના રસ્તા પર મહિલાઓ ઈ-રીક્ષા ચલાવશે

0
62

પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાની મહિલાઓ આત્મનિર્ભર બને અને પોતાના પગ પર ઉભી રહીને પોતાના પરિવારનુ ગુજરાત ચલાવી શકે તે માટે શહેરાના ધારાસભ્ય અને વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડના હસ્તે મહિલાઓને ઈલેક્ટ્રીક રિક્ષા આપવામા આવી છે. આ ઈ-રિક્ષા મરક્યુરી ઈવી ટેક લિમીડેટ દ્વારા બનાવામા આવી છે. પંચમહાલની મહિલાઓને પગભરના આ પગલાને સૌ કોઈ આવકાર આપી રહ્યા છે.
પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના ચાંદલગઢ ખાતે મહિલાઓને ઈ રીક્ષા આપીને સ્વ નિર્ભર બને તે હેતુથી એક કાર્યક્રમ યોજવામા આવ્યો હતો. જેમા શહેરાના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડ ની ઉપસ્થિતીમાં મહિલાઓને ઈ રીક્ષા અપર્ણ કરવામા આવી હતી.ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ દ્વારા મરક્યુરી ઈવીટેક લિમીડેટના જયેશ ઠકરારની મુલાકાત લઈને ખાસ પિંક રિક્ષા બનાવામા આવી છે. આ પિંક રિક્ષાઓ હવે શહેરા તાલુકાના રસ્તાઓ પણ દોડશે. સાથે સાથે પર્યાવરણમા થતા પ્રદુષણને અટકાવામા આ વહીકલ પણ મહત્વનો ભાગ ભજવશે. હાલમા પાચ રિક્ષાઓ આપવામા આવી છે. આગામી સમયમાં 80થીવધુ રિક્ષાઓ આપવામા આવશે. નારી સક્ષતિ કરણ માટેનો અમારો પ્રયત્ન છે.

જેઠાભાઈ ભરવાડે જણાવ્યુ હતુ કે હાલ અમે પાંચ મહિલાઓને ઈ રિક્ષા આપી છે. મોદી સાહેબ અને શાહ સાહેબનુ સપનુ છે કે મહિલા સશકિત કરણ થાય.પોતાના પગ ઉપર ઉભી થાય તે દિશામા અમારુ પગલુ છે.નવરાત્રીના દિવસોમા આ રિક્ષા આપી છે. નારી સશકિત કરણનો અમારા પ્રયત્નમાં અમે સફળતા મેળવીશુ તેવો અમારો વિશ્વાસ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!