37.3 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines નીતિશ કુમારને ત્રીજો ઝટકો, આ નેતાએ JDUમાંથી રાજીનામું આપ્યું

નીતિશ કુમારને ત્રીજો ઝટકો, આ નેતાએ JDUમાંથી રાજીનામું આપ્યું

0
163

લોકસભા અને રાજ્યસભામાં લાંબી ચર્ચા બાદ, વક્ફ સુધારા બિલ પસાર થયું. NDAના સાથી પક્ષ જનતા દળ યુનાઇટેડ (JUD) એ પણ ગૃહમાં બિલને ટેકો આપ્યો. વક્ફ સુધારા બિલ પર જેડીયુના સમર્થનભર્યા વલણથી પાર્ટીના ઘણા નેતાઓ નારાજ છે. નીતિશ કુમારને ત્રીજો ઝટકો આપતા JDUના વધુ એક નેતાએ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું. તમને જણાવી દઈએ કે આ પહેલા કાસિમ અંસારી અને શાહનવાઝ મલિકે જેડીયુમાંથી રાજીનામું આપી દીધું હતું.

વક્ફ સુધારા બિલને સમર્થન આપવાને લઈને JDUમાં બળવો વધુ તીવ્ર બન્યો. JDU ના અન્ય નેતા મોહમ્મદ તબરેઝ સિદ્દીકી અલીગઢે પાર્ટીના સભ્યપદથી રાજીનામું આપ્યું. આ અંગે તેમણે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને સીએમ નીતિશ કુમારને રાજીનામું પત્ર મોકલ્યું છે, જેમાં તેમણે રાજીનામાનું કારણ જણાવ્યું છે. તેમણે એમ પણ કહ્યું કે તેની અસર બિહાર વિધાનસભા ચૂંટણીમાં દેખાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!