38 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines અરવલ્લી જિલ્લામાં હવે રેસિંગ બાઈક પર દારૂની ખેપ, ભિલોડા પંથકમાં દારૂની ખેપ...

અરવલ્લી જિલ્લામાં હવે રેસિંગ બાઈક પર દારૂની ખેપ, ભિલોડા પંથકમાં દારૂની ખેપ મારતા અકસ્માત, અંતરિયાળ રોડ બુટલેગરો માટે સિલ્ક રૂટ બન્યા

0
72

અરવલ્લી જિલ્લામાં દારૂની હેરાફેરી સતત થતી રહે છે, ત્યારે વધુ એકવાર દારૂની હેરાફેરીમાં અકસ્માત સર્જાયો છે. ભિલોડા તેમજ મેઘરજ પંથકમાં રાજસ્થાન સીમા સાથે સંકળાયેલા રોડ પરથી દારૂની ખેપ સતત વધી રહી હોય તેવું લાગે છે. નાના નાના બુટલેગરો હવે ગાડીઓ પકડાઈ જવાના ડરથી બાઈખ પર ખેપ મારવાની શરૂઆત કરી છે, જેને લઇને આવા બાઈકર્સ લોકો માટે મુસીબતનું કારણ બન્યા છે જ્યારે પોલિસ માથે માથાનો દુખાવો. આ સાથે જ બાઈકર્સ દારૂની ખેપ મારીને પોલિસને પણ પડકાર ફેંકી રહ્યા છે.

ભિલોડા તાલુકાના કમઠાડિયા નજીક બે બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા, ખ્યાલ આવ્યો કે, બાઈક પર દારીની ખેપ મારવામાં આવતી હતી. અહીંથી પસાર થતીં એક બાઈક ચાલકે સામેથી આવતી બાઈક ચાલકને ટક્કર મારતા, બંન્ને બાઈક સવાર વ્યક્તિ પડી ગયા હતા અને અકસ્માતનો ભોગ બન્યા હતા. એટલું જ નહીં બાઈક પર રાખવામાં આવેલ કોથળામાંથી દારૂની બોટલો પડી ગઈ હતી જેને લઇને લોકોના ટોળેટોળા એકઠા થયા હતા. કોથળામાંથી દારૂની બોટલો પડતાં, લોકોમાં પણ કુતૂહલ સર્જાયું હતું કે, હવે તો ગાડીઓમાં નહીં પરંતુ દારૂની હેરાફેરી બાઈક પર થવા લાગી છે. બે બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા ઈજાગ્રસ્ત થયેલા વ્યક્તિને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

સામાન્ય રીતે રાજસ્થાનથી આવતી ગાડીઓની પોલિસ તપાસ કરતી હોય છે, પણ બાઈક પર દારૂની ખેપ મારતા બુટલેગર હવે અંતરિયાળા અને અંદરના રસ્તાઓ પસંદ કરતા હોય છે, જેને લઇને પોલિસના હાથે લાગતા નથી, અને બુટલેગર સરળતાથી અરવલ્લી જિલ્લામાં દારૂ ઘુસાડી દેતા હોય છે. પોલિસને ત્યારે ખ્યાલ આવે જ્યારે કે આવી બાઈક નો અકસ્માત સર્જાય અન્યથા, બાઈકર્સ પોતાની મંજીલ સુધી ચોક્કસથી પહોંચી જતા હોય છે.

error: Content is protected !!