38 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત પંચમહાલ : રામનવમી ની ભવ્ય ઉજવણી, હાલોલ અને શહેરામાં નીકળેલી શોભાયાત્રામાં ભાવિકો...

પંચમહાલ : રામનવમી ની ભવ્ય ઉજવણી, હાલોલ અને શહેરામાં નીકળેલી શોભાયાત્રામાં ભાવિકો રામ ભક્તિના ગીતો સાથે ડીજેના તાલે ઝૂમ્યા

0
154

ગોધરા.

પંચમહાલ જિલ્લામાં રામનવમી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી . શહેરા નગરમાં સમી સાંજે નાડા રોડ પર આવેલા રામજી મંદિરથી શોભાયાત્રા કાઢવામાં આવી હતી. અને શોભાયાત્રા શહેરના વિવિધ વિસ્તારોમાં કરી હતી. હાલોલ નગરમાં પણ સાંજના સમયે કંજરી રામજી મંદિર ખાતેથી શોભાયાત્રા કાઢવામાં આવી હતી અને મોટી સંખ્યામાં રામભક્તો, ધારાસભ્ય, અગ્રણીઓ શોભાયાત્રામાં જોડાયા હતા.

શહેરામાં ધામધૂમથી રામનવમી પર્વની ઉજવણી
પંચમહાલ જીલ્લામા શહેરા તાલુકા અને નગર અને તાલુકામા રામનવમી પર્વની ઉજવણી કરાઈ હતી. શહેરાનગરમા આવેલા રામજી મંદિર ખાતે સવારથી ભાવિકોએ રામલલ્લાના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. સાંજના સમયે ભગવાન શ્રી રામની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. શહેરાના નાડા રોડથી પરવડી વિસ્તાર, વૈજનાથ ભાગોળ. મુખ્ય હાઈવે,મેઈન બજાર સહિતના વિસ્તારોમા પરત ફરી હતી. ભગવાન રામની પ્રતિકૃતિ આકર્ષણનુ કેન્દ્ર બની હતી. ડીજે પર જય જય શ્રી રામના નારા વચ્ચે આકાશ ગુંજી ઉઠયુ હતુ . શહેરાના વેપારીઓ દ્વારા શરબત અને તરબુચ, ઠંડાપીણા અને ભજીયાનુ રામભક્તોને વિતરણ કરવામા આવ્યુ હતુ.શોભાયાત્રામાં મોટી સંખ્યામા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત રાખવામા આવ્યો હતો.

– હાલોલમાં અયોધ્યામાં બિરાજમાન રામ જેવી પ્રતિકૃતિ આકર્ષણનું કેન્દ્ર બની.

મર્યાદા પુરુષોત્તમ શ્રી રામના જન્મોત્સવના પાવન અવસરે ઉજવાતા રામનવમીના પાવન પર્વને લઈને હાલોલ નગર ખાતે આજે રવિવારના રોજ શ્રી રામ ભક્તોમાં ભારે ઉત્સાહ અને ઉલ્લાસ ભર્યો ધાર્મિક માહોલ જોવા મળ્યો હતો જેમાં રામનવમીના પાવન પર્વને લઈ સંતો મહંતોનાં માર્ગદર્શન હેઠળ શ્રી રામ નવમી ઉત્સવ સમિતિ દ્વારા શ્રી રામ ભગવાનની ભવ્ય શોભાયાત્રા નગરના રાજમાર્ગો પર યોજાઇ હતી.જેમાં કંજરી રામજી મંદિરના મહંત પ.પૂ. રામશરણદાસજી મહારાજ,હાલોલ વિધાનસભાના ધારાસભ્ય જયદ્રસિંહજી પરમાર, કંજરી સ્ટેટ યુવરાજ મયુરધ્વજસિંહજી પરમાર સહિત સંતો મહંતો અને સામાજિક તેમજ રાજકીય મહા અનુભવો ની હાજરીમાં નગરના ગોધરા રોડ ખાતે આવેલ વીએમ સ્કૂલ ખાતેથી રવિવારના રોજ સાંજના સુમારે શ્રી રામ નવમીની ભવ્ય શોભાયાત્રા નો આરંભ કરાયો હતો.જેમાં જય શ્રી રામ જય જય રામના ગગનભેદી નારાઓના જય ઘોષ સાથે શોભાયાત્રા નગરના વિવિધ રાજમાર્ગો પર ફરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!