38 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત અરવલ્લીઃસાઠંબા ગામે એક મહિના અગાઉ થયેલી ચોરીના એક આરોપીને સાઠંબા પોલીસે દબોચ્યો

અરવલ્લીઃસાઠંબા ગામે એક મહિના અગાઉ થયેલી ચોરીના એક આરોપીને સાઠંબા પોલીસે દબોચ્યો

0
94

સાઠંબા ગામે એક મહિના અગાઉ ધોળે દિવસે થઈ હતી ચોરી

કુલ રૂપિયા 2.53.લાખની ચોરીમાં એક આરોપીને ઝડપીને 10 હજારની રકમ રીકવર થયાનું જાણવા મળ્યું
હજી બાઈક પર આવેલા બે ચોર પૈકી એક ચોર ઝડપવાનો બાકીઃરૂ. 2.43.લાખનો ચોરી થયેલ મુદ્દામાલ રીકવર કરવાનો બાકી
બાઈક પર આવેલા બે ચોર પૈકી વિપુલ ચંદુ ભોઈ રહે. સખવાણિયા તા. માલપુર તથા પતરાની પેટી કબજે લેવાઈ

એક મહિના અગાઉ સાઠંબા સબયાર્ડ સામે આવેલા ખેડૂતના ઘરેથી મામેરાના દાગીના અને રોકડ ભરેલી પતરાની પેટી બાઈક પર આવેલા બે ચોરો ધોળા દિવસે ઉઠાવી ગયા હતા..!!!
આ ચોરીનો ગુનો સાઠંબા પોલીસ મથકે નોંધાતાં સાઠંબા પોલીસે અલગ અલગ ટીમો બનાવી ધોળા દિવસે એટલે કે 28 ફેબ્રુઆરીએ થયેલી ચોરીમાં ગયેલ મુદ્દામાલ અને ચોરોને ઝડપી પાડવા કવાયત હાથ ધરી હતી
એક મહિનાની ઝીણવટ ભરી તપાસ બાદ પોલીસને એક ચોર અને ચોરો ઉઠાવી ગયા હતા તે પતરાની પેટી હાથ લાગી હતી.
બંને બાઈક પર આવેલા બંને ચોરો પૈકી ઝડપાયેલા એક ચોર પાસેથી ₹10,000 ની રકમ રિકવર થયાનું જાણવા મળ્યું છે
હજી સાઠંબા પોલીસને ચોરીમાં સંડોવાયેલા બાઈક પર આવેલા બંને ચોરો પૈકી એક ચોરને ઝડપવાનો બાકી છે તથા ચોરીમાં ગયેલ રૂપિયા 2.53 લાખના મુદ્દા માલ પૈકી 2.43 લાખનો મુદ્દા માલ ઝડપવાનો બાકી છે

સાઠંબા પોલીસે ઝડપી પાડેલા બાઈક પર આવેલા બે ચોરો પૈકી એક વિપુલ ચંદુભાઈ ભોઇ રહે. સખવાણિયા. તા. માલપુર ને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ચોરીમાં ગયેલો મુદ્દામાલ તથા બીજા એક ચોરને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!