પંચમહાલ જીલ્લાના ગોધરા શહેરના વડોદરા હાઈવે રોડ પર શુક્રવારનો દિવસ ગોજારો સાબીત થયો હતો, જેમા લગ્ન પ્રસંગમા આવેલાં એક પરિવારને અકસ્માત નડયો હતો. જેમા પિતા અને ત્રણ પુત્રીઓના કરુણ મોત થયા હતા. એક ટ્રક ચાલક બાઈક પર સવાર પિતા અને પુત્રીઓ અડકેટે લેતા રોડ પર પટકાયા હતા. જ્યા ઘટના સ્થળે તેમના મરણ થયા હતા. લાશોને તાત્કાલિક ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પરિવારજનો પણ હોસ્પિટલ દોડી આવતા રોકકળના દશ્યો સર્જાયા હતા. એક જ પરિવારના ચાર જણાના મોતને લઈને પરિવારમાં પણ શોકની કાલીમા છવાઈ ગઈ હતી.
પંચમહાલ જીલ્લાના ગોધરા- વડોદરા હાઈવે માર્ગ પર શુક્રવારના બપોરના સમયે અકસ્માતની ઘટના બની હતી.ઘોઘંબા તાલુકાના બોર ગામેનો પરિવાર ગોધરા તાલુકાના સારંગપુર ગામે એક લગ્નપંસગમા આવીને પરત જઈ રહ્યો હતો ત્યારે ગોધરા શહેરના વડોદરા હાઈવે પાસે આવેલી તુપ્તિ હોટલ પાસે આ પરિવારને એક ટ્રક ચાલકે અડકેટે લેતા પરિવાર રોડ પર ફંગોળાયો હતો જેમા પિતા અને ત્રણ પુત્રીઓનો મોત થયા હતા તેમની લાશોને ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. આ અકસ્માતમાં એક અન્ય બાળકીને પણ ઈજા પહોંચી હતી. અકસ્માતની જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી આ પરિવારજનો બનાવ સ્થળે પહોંચ્યા હતા. અને ગમગીનીનો માહોલ છવાયો હતો.
મરણ જનારમાં પિતા રાજેન્દ્ર સિંહ ચૌહાણ તેમજ પુત્રીઓ જાનુ,મનિષા અને વર્ષોનો સમાવેશ થાય છે. નયના નામની દીકરી બચી જવા પામી છે





