38 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines અરવલ્લી: દાદા ના રૂટને ચમકાવતા અધિકારીઓ…દાદાને રાજેન્દ્રનગર સુધી લઈ જાઓ…. કારણ કે,...

અરવલ્લી: દાદા ના રૂટને ચમકાવતા અધિકારીઓ…દાદાને રાજેન્દ્રનગર સુધી લઈ જાઓ…. કારણ કે, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને તો બિસ્માર રોડ દેખાતો નથી

0
118

અરવલ્લી જિલ્લામાં રસ્તાની હાલત ઘણી જ બિસ્માર છે, રાજ્ય સરકારે કરોડો રૂપિયાની ગ્રાન્ટ મોડાસા-રાજેન્દ્રગર હાઈવે માટે ફાળવી છે, જોકે ગોરળગતિએ ચાલતી રોડની કામગીરીને લઇને હવે લોકોમાં ચર્ચાઓ એ ચાલી રહી છે કે, રાહુલગાંધીનો રૂટ ભલે ડાયવર્ટ કર્યો હોય, પણ મુખ્યમંત્રીને આ રૂટ પર જરૂરથી લઈ જશો. મુખ્યમંત્રીના આગમને લઇને રોડ પર પડેલા ગાબડા પૂરવામાં તંત્ર વ્યસ્ત છે, મહિલા પોલિસ સ્ટેશન નજીક સરકારી ગાબડું આર.સી.સી. થી પુરવામાં તંત્રને મોટી સફળતા મળી છે જ્યારે કલેક્ટર કચેરી સામે રોડના સમારકામની કા્મગીરી પૂરજોશમાં ચાલી રહી છે. સરકારી એન્જિનિયરિંગ કોલેજથી આ જ રૂટ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પસાર થવાના છે, જેને લઇને રોડના સમારકામની કામગીરી આંખોબંધ કરીને કરવામાં આવી રહી છે.

મોડાસામાં છેલ્લા એક સપ્તાહથી રાજકીય નેતાઓના આંટાફેરા વધી ગયા છે, પહેલા કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી મોડાસા ની મુલાકાતે પહોંચ્યા હતા, જેને લઇને તેઓનો રૂટ બદલી નાખવામાં આવ્યો હોવાની ચર્ચાઓ ચાલી હતી. પહેલા તેઓને હિંમતનગરથી મોડાસા આવવાના હતા, તે સમયે રૂટ રાજેન્દ્રનગરથી મોડાસાનો હતો, પરંતુ રાજેન્દ્રનગર થી મોડાસાનો રોડ વૈશ્વિક કક્ષાના એન્જિનિયર બનાવતા હોઈ કોઈ ખલેલ ન પડે, તે માટે રાહુલગાંધીનો રૂટ બદલી દેવાયો હતો. હવે મોડાસાની મુલાકાતે રાજ્યના મુખ્યમંત્રી આવવાના છે ત્યારે આ રૂટ પર એક ચક્કર મારવા માટે અધિકારીઓ લઈ જાય, તો આ પણ નિરીક્ષણ થઈ જાય. કારણ કે, વર્ષોથી આ રૂટનું કામ ઝડપી થઈ રહ્યું છે અને એટલું સારૂ થાય છે કે, અન્ય જિલ્લામાં આ પ્રકારના કામકાજ માટે ઉદાહરણ સ્વરૂપે દાખલો બેસાડી શકાય, તે માટે આ રૂટની પણ મુલાકાત કરાવવી જોઈએ.

હાલ તો, સમગ્ર મોડાસા શહેરને ચમકાવી દેવામાં આવી રહ્યું છે. કારણ કે, અધિકારીઓને કોઈપણ ઠપકો ન પડે, તે માટે કોઈ રીસ્ક લેવા માંગતા નથી. આમેય દાદા તો મૃદુ અને મક્કમ છે, કોઈને કાંઈ કહેતા પણ નથી. એનો મતલબ એ નહીં કે, તંત્રએ કોઈ કામ ન કરવું. મોડાસા રાજેન્દ્રનગરનો રોડ પણ આવી જ રીતે ઝડપી તૈયાર કરવો જોઈએ, જેવી રીતે, હાલ કલેક્ટર કચેરી નજીક મુખ્યમંત્રીના સ્વાગત માટૈ તૈયાર થઈ રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!