33.9 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines રાજ્યના મહેસુલી કર્મચારીઓ હવે ‘નિયમ મુજબ કામ’ કરશે, પડતર માંગણીઓને લઇને લડી...

રાજ્યના મહેસુલી કર્મચારીઓ હવે ‘નિયમ મુજબ કામ’ કરશે, પડતર માંગણીઓને લઇને લડી લેવાના મુડમાં

0
142

અંકિત ચૌહાણ/જય અમીન
ગુજરાત રાજ્યના મહેસુલી કર્મચારીઓએ તેમની પડતર માંગણીઓને લઇને તબક્કાવાર હડતાળ શરૂ કરી હતી, જેમાં પ્રથમવાર કાળી પટ્ટી ધારણ કરીને સમગ્ર રાજ્યમાં મહેસુલી કર્મચારીઓ જોડાયા હતા. ત્યારબાદ ત્રીસ એપ્રિલના રોજ મહેસુલી કર્મચારીઓએ માસ સીએલ પર ઉતરીને હડતાળને મજબૂત બનાવી હતી, હવે રાજ્યના મહેસુલી કર્મચારીઓએ વર્ક ટુ રૂલ એટલે કે, નિયમ મુજબ કામ કરીને હડતાળ યથાવત રાખી છે. ગુજરાત રાજ્ય મહેસુલી કર્મચારી મહામંડળના આદેશમુજબ અરવલ્લી જિલ્લાના મહેસુલી કર્મચારીઓએ વર્ક ટુ રૂલ અંતર્ગત કાર્યક્રમમાં જોડાઈને વિરોધ યથાવત રાખ્યો છે.

ગુજરાત રાજ્ય મહેસુલી મહામંડળ મહેસુલ વિભાગમાં વારંવાર રજૂઆત કરવા છે કોઈપણ પ્રકારનું ધ્યાન આપવામાં આવ્યું નથી. ગઈ તા.09/04/2025 ના રોજ તમામ જિલ્લા મંડળો દ્વારા સબંધિત જિલ્લા કલેક્ટર ને આવેદનપત્રો આપ્યા હતા. આ સાથે જ તા.22/04/2025 ના રોજ મહેસુલી કર્મચારીઓએ કાળીપટ્ટી ધારણ કરી આ રજુઆતો બાબતે સરકારનું ધ્યાન દોર્યું હતું, જોકે સરકાર દ્વારા હજુ કોઈપણ પ્રકારની નોંધ લેવામાં નહીં આવતા મહેસુલી કર્મચારીઓએ તબક્કાવાર અલગ અલગ કાર્યક્રમો આપી રહ્યા છે. મહેસૂલી કર્મચારીઓના આંદોલનને આગળ લઈ જતાં તા.02/05/2025 થી તા.15/05/2025 સુધી વર્ક ટુ રૂલનો કાર્યક્રમ આપવાનું નક્કી કર્યું છે. આ સમય દરમિયાન તમામ મહેસૂલી કર્મચારી નિયત સમય સુધી જ પોતાની ફરજ પર હાજર રહેશે.

ગુજરાત રાજ્ય મહેસુલી કર્મચારી મહામંડળે ચીમકી પણ ઉચ્ચારી છે કે, જો આગામી દિવસોમાં તેઓની માંગણીઓ નહીં સંતોષવામાં આવે તો, તેઓ અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરશે. સુત્રો તરફથી માહિતી મુજબ કામકાજનું ભાર હોય તો કર્મચારીઓ મોડે સુધી કામ કરતા હોય છે, જોકે હવે નિયત કાર્યક્રમ મુજબ નિયમ મુજબ તેઓ કામ કરશે.

મહેસુલી કર્મચારીઓની મુખ્ય ચાર માંગણીઓ
(1) વર્ષ 2012 ના નાયબ મામલતદારોની સીનિયોરીટી યાદી ડીમ્ડ ડેટના લાભસાથે પ્રસિદ્ધ કરી મામલતદાર ના પ્રમોશન આપવા.
(2) જિલ્લા ફેર બદલીની જેટલી રજૂઆતો વિભાગ ખાતે હાલ પડતર છે તેનો તાત્કાલિક નિર્ણય કરવો અને ત્યાર બાદ જિલ્લા ફેર બદલીની નવી અરજીઓ માટે ઓનલાઈન પ્લેટફોર્મ સિસ્ટમનો ઉપયોગ
કરી,કલેક્ટરની noc મેળવવાની પ્રથા બંદ કરી પારદર્શક રીતે જિલ્લા બદલીની અરજીઓનો તે જ વર્ષમાં નિકાલ કરવાની પ્રથા અમલ માં મુકવી.
(3) વર્ષ 2015 ના તમામ ક્લાર્ક સવર્ગના કર્મચારીઓને પ્રમોશન આપવા.
(4) હાલમાં તથા અગાઉ જે નાયબ મામલતદારોની માંગણી કે મંજૂરી વગર જિલ્લા ફેર બદલી કરેલ છે તે તમામ હુકમો રદ કરવા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!