29.4 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત પંચમહાલ- જીલ્લાના ચાર પરિક્ષા કેન્દ્રો ખાતે નીટની પરિક્ષા (2025)પોલીસના ચુસ્ત બંદોબસ્ત...

પંચમહાલ- જીલ્લાના ચાર પરિક્ષા કેન્દ્રો ખાતે નીટની પરિક્ષા (2025)પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે યોજાશે

0
71

ગોધરા
પંચમહાલ જીલ્લાના વડામથક ગોધરા ખાતે આવતીકાલે યોજાનારી નીટ પરિક્ષા -2025ને લઈને તંત્ર દ્વારા તૈયારી કરી દેવામા આવી છે. જીલ્લાના ચાર જેટલા પરિક્ષા કેન્દ્રો જેમા ત્રણ ગોધરામાં એક વેજલપુર ખાતે રાખવામા આવ્યુ છે. પરિક્ષાને લઈને જીલ્લા વહીવટીતંત્ર દ્વારા જાહેરનામુ પણ બહાર પાડવામા આવ્યુ છે. ગોધરા ગત વર્ષ થયેલા નીટ પરિક્ષામાં થયેલા કૌંભાડને કારણે દેશભરમા ચર્ચાનું કેન્દ્ર બન્યુ હતુ. જેમા પોલીસ ફરિયાદ નોધાયા બાદ સીટની રચના થઈ હતી.ત્યારબાદ સમગ્ર કેસ સીબીઆઈને સોપવામા આવ્યો હતો. તેમા સામેલ આરોપીઓની પણ ધકપકડ કરવામા આવી હતી.

પંચમહાલ જીલ્લાના ગોધરાશહેર ખાતે આવતીકાલે નીટ પરિક્ષા-2025 યોજાવાની છે .જેના લઈને તંત્ર દ્વારા તૈયારી કરવામા આવી છે. પંચમહાલ જીલ્લામાં ચાર જેટલા પરિક્ષા કેન્દ્રો ઉભા કરવામા આવ્યા છે.ગત વર્ષે થયેલા નીટ પરિક્ષાના કૌંભાડ જેવુ કોઈ પુનરાવર્તન ના થાય તે માટે આ વખતે તંત્ર દ્વારા તૈયારી રાખવામા આવી છે. મેડીકલના ક્ષેત્રના અભ્યાસક્રમ માટે નીટની પરિક્ષા ખુબ જ મહત્વ પુર્ણ માનવામા આવે છે. પંચમહાલ જીલ્લા કલેકટર આશિષકુમાર દ્વારા પરિક્ષા કેન્દ્રોની મુલાકાત લેવામા આવી હતી. ત્યા સીસીટીવી તેમજ બેઠક વ્યવસ્થા સહિતની પરિસ્થિતીનો તાગ મેળવ્યો હતો. પંચમહાલ જીલ્લામાં ચાર પરિક્ષા કેન્દ્રો રાખવામા આવ્યા છે.જેમા સેન્ટ આર્નોલ્ડસ હાઈસ્કુલ( ગુજરાતી મિડીયમ) અમદાવાદ હાઈવે, ગોધરા, સરકારી પોલીટેકનીક કોલેજ ગદુકપુર ગામ, ગોધરા,સરકારી ઈજનેરી કોલેજ નસીરપુર, ગોધરા, પીએમશ્રી જવાહર નવોદય યોજના, વેજલપુર ખાતે પરિક્ષા યોજાશે. પરિક્ષા કેન્દ્રોની બહાર ઘોઘાટ ના થાય અને ખાસ કરીને લાઉડ સ્પીકરનો કોઈ ઉપયોગ ના કરે તેને લઈને જાહેરનામુ બહાર પાડવામા આવ્યુ છે. અને જો જાહેરનામાનો ભંગ કરશે તો તેના સામે કાર્યવાહી કરવામા આવશે.પરિક્ષાકેન્દ્રો બહાર પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રાખવામા આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!