પંચમહાલ જિલ્લામાં સમી સાંજે વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો જિલ્લાના ગોધરા સહિત હાલોલ કાલોલ શહેરા તેમજ જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો હતો . વીજળીના કડાકા અને ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો હતો એકાએક વરસાદ થતાં લોકોમાં દોડધામ મચી ગઈ હતી. ગ્રામીણ વિસ્તારમાં ઉનાળુ પાકને નુકસાન થવાની વકીના કારણે ખેડૂતો ચિંતાતુર બન્યા હતા.
હવામાન વિભાગ દ્વારા ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદ થવાની આગાહી કરવામાં આવી હતી.જિલ્લાના ગોધરા સહિત શહેરા, હાલોલ, કાલોલ ભારે સુસવાટાભેર પવન શરૂ થયો હતો. અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો હતો. વરસાદ શરૂ થતા લોકોમાં પણ દોડધામ મચી જવા પામી હતી. હાલોલ નગરમાં પણ સમી સાંજે ભારે સુસવાટાભેર પવન ફૂંકાયો હતો અને વરસાદ પડ્યો હતો વરસાદને કારણે વાતાવરણમાં પાછલા દિવસમાં પડી રહેલી ગરમીથી હાલોલ નગર વાસીઓને રાહત મળી હતી. વરસાદને કારણે ગ્રામીણ વિસ્તારમાં ઉનાળુ ખેતી કરતા ખેડૂતોમાં ચિંતાનું મોજૂ ફરી વળ્યું હતું.
શહેરા નગર સહિત ગ્રામીણ વિસ્તારમાં પણ વરસાદી માહોલ સર્જાયો હતો. ભારે પવન અને સૂસવાટા ભેર પવન ફૂંકાયો હતો. શહેરા નગર અને ગ્રામીણ વિસ્તારમાં પણ વરસાદ પડ્યો હતો. વીજળીના કડાકા અને ભડાકા સાથે એકાએક વાતાવરણમાં પલટો આવતા પાછલા મહિનાથી પડી રહેલી ગરમીથી રાહત પણ મળી હતી.
ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગ દ્વારા સમગ્ર ગુજરાતના વરસાદની આગાહી કરવામાં આવી છે પંચમહાલ જિલ્લામાં પણ વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી હતી. સમી સાંજે વરસાદ પડ્યો હતો.






