26.9 C
Gujarat
Friday, August 28, 2026
Home HeadLines અરવલ્લી: ફટાકડાના સ્ટોર્સ બંધ રાખવાનો આદેશ છતાં મોડાસા માં દુકાનો ખુલ્લી, જવાબદાર...

અરવલ્લી: ફટાકડાના સ્ટોર્સ બંધ રાખવાનો આદેશ છતાં મોડાસા માં દુકાનો ખુલ્લી, જવાબદાર કોણ ?

0

ફટાકડા ફોડવા પર પ્રતિબંધ, અને દુકાનો ખુલ્લી !
આગામી આદેશ ન આવે ત્યાં સુધી દુકાનો અને સ્ટોર્સ બંધ રાખવાનો આદેશ!!
…છતાં મોડાસા ના બસ સ્ટેશન અને હજીરા વિસ્તારોમાં દુકાનો ખુલ્લી !!!
લોકોમાં અનેક પ્રકારની ચર્ચાઓ ચાલી

ભારત-પાકિસ્તાન વચ્ચે વણસેલી સ્થિતિને ધ્યાનમાં રાખીને, સરકાર દ્નારા લોકહિતમાં સતત નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. દેશનું હિત જળવાય અને દુશ્મન દેશ સુધી સાચી વિગતો ન પહોંચે, સાથે જ કોઈપણ પ્રકારની ગેરકાયદે પ્રવૃત્તિ ન થાય, તે માટે સતત પોલિસ તંત્ર અને જિલ્લા વહીવટી તંત્રને કામ સોંપી દેવાયું છે. આ માટે પોલિસ અને વહીવટી તંત્ર એક્શનમાં આવી ગયું છે. રાજ્યમાં ફટાકડા ફોડવા તેમજ ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ લગાવી દેવાયો છે. અરવલ્લી જિલ્લામાં પણ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જાહેરનામું બહાર પાડી દેવાયું છે.

અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર ના આદેશથી સ્થાનિક વહીવટી તંત્રએ ફટાકડાની દુકાનો બંધ રાખવા, સંબંધિત દુકાનદારોને જણાવી દેવાયું છે, તેમ છતાં મોડાસા તેમજ આસપાસના વિસ્તારોમાં ફટાકડાની દુકાનો અને સ્ટોર્સ ચાલું જોવા મળી રહ્યા છે. વહીવટી તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે,જિલ્લા વહીવટી તંત્ર અરવલ્લીની સૂચના અનુસાર, દેશની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખે માનવ જાનહાનિ ન થાય તે માટે સલામતીના પગલાના ભાગરૂપે આપના સ્ટોર તેમજ ગોડાઉન હાલ પૂરતા અન્ય આદેશ ન મળે ત્યાં સુધી બંધ રાખવા તેમજ સ્ટોરમાં રાખલ ફટાકડાનો જથ્થો અન્ય સલામત સ્થળે ખસેડવા જણાવવામાં આવે છે. તંત્રની સૂચના છતાં, કેટલાક વેપારીઓની ફટાકડાની દુકાનો ધમધમી રહી છે, જેને લઇને અનેક સવાલો ઉઠી રહ્યા છે.

આ અંગે મોડાસા સ્થાનિક અધિકારી સાથેની વાતચીતમામાં મેરા ગુજરાતના સવાલ પૂછ્યો હતો કે, આગામી આદેશ ન આવે ત્યાં સુધી ફટાકડાની દુકાનો અને ગોડાઉન બંધ રાખવાના આદેશ છે ? જેના જવાબમાં સક્ષમ અધિકારીએ જણાવ્યું કે, હા આ અંગે જાહેરનામું પણ બહાર પડાયું છે. આ સાથે જ વેપારીઓને જાણ પણ કરી દેવામાં આવી હોવાની વિગતો મળી છે, તેમ છતાં મોડાસાના બસ સ્ટેશન વિસ્તારમાં સીઝનેબલ સ્ટોર્સ જ્યાં થોડા દિવસ પહેલા એટલે કે, ડીસામાં ફટાકાડના ગોડાઉનમાં થયેલી બ્લાસ્ટની ઘટના બાદ તપાસ કરવામાં આવી હતી, તેવી જગ્યાઓ તેમજ હજીરા વિસ્તારમાં પણ સ્ટોર્સ ખુલ્લા જોવા મળ્યા છે. ઘણાં સમયથી આ સ્ટોર્સ ખુલ્લા જોવા મળતા, હવે સવાલો ઉઠી રહ્યા છે કે, શું આવા સ્ટોર્સ કેમ ચાલું હશે ? હાલ કોઈપણ જગ્યાએ ફટાકડા ફોડવા પર પ્રતિબંધ છે તો ફટાકડા લેવા કોણ આવતું હશે ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!